મધ્યપ્રદેશમાં સિવિલ જજના ડ્રાઇવરની દીકરીએ જજની પરીક્ષા આપી અને તેમાં સાતમો રેન્ક મેળવ્યો હતો. આ વાતથી અનેક લોકોને પ્રેરણા મળી છે. આ દીકરીએ લાખો દીકરીઓ માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે કે મહેનત કરવાથી દરેક સપનું પૂરું કરી શકાય છે. આવી જ રીતે ઇન્દોરમાંથી પણ એક દીકરીએ તેના માતા પિતાનું ગૌરવ વધાર્યું છે અને સમાજમાં દાખલો બેસાડ્યો છે.
અહીં શાકભાજી વેચીને ગુજરાત ચલાવતા પરિવારની 29 વર્ષની દીકરીએ સિવિલ જજ વર્ગ-૨ ની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી છે. અંકિતા નાગર 29 વર્ષની છે અને તેને નાનપણથી જ કાયદાનો અભ્યાસ કરવાની ઈચ્છા હતી. માતા-પિતા શાકભાજી વેચતા અને તે પણ તેમને મદદ કરતી સાથે જ તે અભ્યાસ પણ કરતી. તેણે એલએલબી કરીને નક્કી કરી લીધું હતું કે તેને જજ બનવું છે.
જજ બનવા માટેની પરીક્ષા તેણે ત્રણ વખત આપી પણ તે નિષ્ફળ રહી હતી પરંતુ તેણે આત્મવિશ્વાસ ગુમાવ્યો નહીં અને ચોથી વખત પ્રયાસ કર્યો જેમાં તે સફળ થઈ ગઈ.
જજ બન્યા બાદ અંકિતાનું કહેવું છે કે તે હંમેશા એ વાત ઉપર ધ્યાન રાખશે કે તેની કોર્ટમાં આવનાર દરેક નિર્દોષને ન્યાય મળે અને દોષિતને સજા મળે.
અંકિતા ના પિતા શાકભાજી વેચે છે. અંકિતાનું કહેવું છે કે જ્યારે તે પરીક્ષાની તૈયારી કરતી હતી ત્યારે તેને સમય મળે ત્યારે તે પણ પિતા સાથે શાકભાજી વહેંચતી હતી તેને ક્યારેય પિતાના કામને નાનું ગણ્યું નથી. આજે અંકિતા જજ બની જાતા મોટા મોટા અધિકારીઓ પણ તેને સેલ્યુટ કરે છે.