ખોટા કર્મનું ફળ કોઈને કોઈ રીતે ભોગવવું જ પડે છે. પાપ ક્યારેય છુપાવવાથી છુપી જતું નથી. ખોટા કામ કરતાં હોય તેમનો પર્દાફાશ થવો નક્કી હોય છે. ખોટું કામ કરનાર લોકો પોલીસથી બચવાનો પણ પ્રયત્ન કરે છે પરંતુ તે બચી શકતા નથી. ઘણા લોકો ખોટા કામ કરીને લાખોની કમાણી કરવાની ઈચ્છા રાખે છે. પરંતુ આ શક્ય બનતું નથી.
રાજ્યમાં દારુબંધી હોવા છતાં દારુનો ધંધો બેરોકટોક ચાલે છે. લોકો રાજ્યમાં કોઈને કોઈ રીતે દારુ ઘુસાડીને નશાનો વેપાર કરતાં જ રહે છે. રાજ્યમાંથી ફક્ત દારુ જ નહીં નશાની કરોડો રુપિયાની વસ્તુઓ ઝડપાઈ ચુકી છે. તેમ છતાં નશાનો કારોબાર સતત ચાલે છે. તાજેતરમાં જ આવી એક વધુ ઘટના બની હતી. આ ઘટના વિરામગામમાં બની હતી.
વિરમગામ નજીકથી પસાર થતી એક કાર ફુલ સ્પીડમાં હોવાના કારણે પલટી ખાઈ ગઈ અને અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારના ડ્રાઈવરને ભયંકર ઈજાઓ થઈ હતી. કાર પલટી મારતાં ધડાકાભેર અવાજ આવ્યો અને આસપાસના લોકો મદદ માટે એકઠા થવા લાગ્યા. એકત્ર થયેલા લોકોએ ડ્રાયવરને બહાર કાઢ્યો અને 108ને બોલાવી.
ડ્રાઈવરને ગંભીર ઈજાઓ થઈ હતી. પરંતુ જ્યારે ડ્રાઈવરને કારમાંથી કાઢવામાં આવ્યો ત્યારે તે 108ની રાહ જોવાને બદલે ત્યાંથી ભાગવા લાગ્યો. અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તેને જોઈને ડ્રાઈવર ત્યાંથી ભાગવા લાગ્યો હતો. આ જોઈ લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા.
પોલીસે પહેલા કાર જોઈ ત્યારે કારની ડીકીમાંથી 300થી વધુ બોટલ દારુ મળી આવ્યો હતો. આ દારુ 3, 58, 00 લાખથી વધુની કિંમતનો હતો અને તેને જોઈ પોલીસ કર્મચારીઓએ પણ ડ્રાઈવરને પકડવા માટે દોટ મુકી હતી.