તાજેતરમાં જ કિંજલ દવે તેના પરિવાર સાથે પ્રમુખસ્વામી મહારાજ મહોત્સવ ની મુલાકાત લીધી. અમદાવાદ ખાતે આ મહોત્સવની ઉજવણી ભવ્ય રીતે થઈ રહી છે. અહીં રોજ હજારોની સંખ્યામાં મુલાકાતિઓ આવે છે અને દર્શનનો લાભ લે છે. આ મહોત્સવ ને વિશ્વ કક્ષાનું બનાવવામાં આવ્યું છે.
મહોત્સવમાં ભાગ લેવા માટે ત્રણ લાખ જેટલા એન આર આઈ પણ આવ્યા છે. આ સિવાય દેશભરના લોકો અહીં પહોંચી રહ્યા છે. સામાન્ય લોકોની સાથે નેતાઓ અભિનેતાઓ બિઝનેસમેન અને કલાકાર પણ અહીં આવી રહ્યા છે. તાજેતરમાં જ અહીં ગાયિકા કિંજલ દવે પણ પહોંચી હતી જેને તસવીરો અને વિડિયો વાયરલ થયા છે.
કિંજલ દવે અહીં પોતાના પરિવાર સાથે આવી હતી. તેની સાથે તેના પિતા લલિત દવે હતા જેણે પોતાની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેની સાથે તેના મમ્મી પણ હતા અને તેઓ પ્રમુખસ્વામી મહારાજની ભવ્ય પ્રતિમા સામે ઊભા રહીને ફોટો ક્લિક કરાવતા જોવા મળે છે. અને એક તસવીરમાં કિંજલ દવે તેના માતા પિતા સામે અક્ષરધામની સામે ઉભેલા જોવા મળે છે..
કિંજલ દવેની સાથે આ તસ્વીરોને લલિત દવે એ પણ શેર કરી છે. તેમણે કેપ્શન માં લખ્યું છે કે પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવની મુલાકાતે સહપરિવારક પહોંચીને આનંદ અને ભક્તિપૂર્વક અનુભવ થયો.
તેમણે એક વિડિયો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જેમાં કિંજલ દવે આ મહોત્સવની મુલાકાત લેતી જોવા મળે છે. કિંજલ દવેએ મહોત્સવ વિશે જણાવ્યું હતું કે આ એક અદભુત અનુભવ છે અને તે લોકોને પણ સંદેશ આપે છે કે બાપાની શતાબ્દી મહોત્સવમાં દર્શન કરવા જરૂરથી આવો આ ઉત્સવ વસુદેવ કુટુંબકમ નો સંદેશ ફેલાવે છે.