કેન્સરથી પીડિત માતાને 70 લાખનો ખર્ચ કરી અમેરિકાથી અમદાવાદ લાવ્યો દીકરો… અને પછી

દરેક માતા પિતા જ્યારે પોતાના સંતાનને મોટું કરે છે તો એટલું સપનું જરૂરથી જુએ છે કે જ્યારે તેમની અવસ્થા હોય ત્યારે માતા-પિતા ને પણ દીકરાઓ સાચવે. માતા-પિતા બન્યા પછી તેઓ પોતાનો આખું જીવન સંતાન માટે કુરબાન કરી દેતા હોય છે પરંતુ ઘણા બાળકો પોતાના પગ પર ઊભા રહે એટલે માતા પિતાને છોડી દેતા હોય છે.

જોકે તેની સામે એવા સંતાનો પણ હોય છે જે પોતાના માતા પિતા માટે કંઈ પણ કરી શકે છે. આજે તમને આવા જ એક માતા અને દીકરા વિશે જણાવીએ.

આ દીકરા એ પોતાની માતાની સારવાર માટે 70 લાખ રૂપિયા નો ખર્ચ કર્યો. 77 વર્ષના કાંતાબેન પોતાના દીકરા સાથે અમેરિકામાં ઘણા વર્ષોથી રહેતા હતા. કાંતાબેન ને અમેરિકામાં જ કેન્સરની બીમારી થઈ ગઈ અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. દીકરાએ અમેરિકામાં માતાની સારવાર માટે કોઈપણ ખામી રાખી નહીં પરંતુ કાન્તાબેન મૂળ ગુજરાતમાં રહેવાસી હતા તેથી તેમની અંતિમ ઈચ્છા હતી કે તેમનું મૃત્યુ તેમના વતનમાં જ થાય.

કાંતાબેન ની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે યુવક તેની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે તૈયાર થઈ ગયો. માતાને અમેરિકાથી અમદાવાદ લાવવા માટે દીકરાએ 70 લાખ રૂપિયાનો ખર્ચ કરીને એર એમ્બ્યુલન્સ બુક કરાવી. તેઓ એર એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ હોસ્પિટલમાં આવ્યા અને ત્યાં દીકરાએ પોતાની માતાને દાખલ કરી દીધી.

જ્યારે લોકોએ આમ કરવાનું કારણ પૂછ્યું તો તેને જણાવ્યું કે તેની માતા થી વધારે મહત્વનું કોઈ નથી.

Leave a Comment