અંબાણી પરિવારના કોઈ પણ વ્યક્તિને ઓળખાણ આપવાની જરૂર નથી. અંબાણી પરિવારની જે જાહોજલાલી છે તેની શરૂઆત ધીરુભાઈ અંબાણી અને કોકીલાબેન અંબાણીએ કરી હતી. બંને સંઘર્ષ કરીને આજે તેમના પરિવારને આટલો મોટો ઉદ્યોગ વારસામાં આપ્યો છે.
ધીરુભાઈ અંબાણીએ જે શરૂઆત કરી હતી તેને વધારીને મુકેશ અંબાણીએ દુનિયાભરમાં અંબાણી પરિવારનું નામ ચમકતું કર્યું છે. આજે તમને અંબાણી પરિવારના આવા જ મુખ્ય વ્યક્તિ કોકીલાબેન વિશેની એક ખાસ વાત જણાવીએ.
કોકીલાબેન પોતાના પરિવાર સાથે દરેક પ્રસંગ અને કાર્યક્રમમાં હાજર હોય છે. તાજેતરમાં જ અનિલ અંબાણીના દીકરા અનમોલ અંબાણીના લગ્ન પણ થયા હતા તેમાં પણ કોકીલાબેન અંબાણી લાઈવ લાઈટ માં આવ્યા હતા. જોકે કોકીલાબેન કોઈપણ પ્રસંગ હોય ત્યારે ફક્ત ગુલાબી રંગની જ સાડી પહેરે છે.
ગુલાબી રંગની સાડી પહેરવા પાછળ પણ એક મોટું કારણ જવાબદાર છે. જો તમારા મનમાં પણ પ્રશ્ન હોય કે કોકીલાબેન માત્ર ગુલાબી રંગની સાડી જ શા માટે પહેરે છે તો ચાલો તમને જણાવી દઈએ કે શા માટે આવું છે.
કોકીલાબેન અંબાણીને ગુલાબી રંગ ખૂબ જ પ્રિય છે અને તેથી જ તે કોઈ પણ પ્રકારના પ્રસંગમાં જાય તો તે ગુલાબી રંગની સાડીમાં જ જોવા મળે છે. તેમની સાડી અબુજાની, સંદીપ ખૌસલા, સબ્યા સાચી કેવા ડિઝાઇનર તૈયાર કરે છે.