ક્રાઈમ સીરીયલને પણ મ્હાત આપે એવી છે રાજકોટની આ હત્યાનો ઘટનાક્રમ, સાળી સાથે લફરું થતા બીમાર પત્નીની કરી હત્યા, પણ એક ભુલના કારણે ફુટી ગયો ભાંડો

ક્રાઈમ સીરીયલોમાં જ્યારે હત્યાની ઘટના જોતા હોય ત્યારે તેને જોઈ ઘણીવાર મનમાં પ્રશ્ન થાય કે શું ખરેખર આવું કોઈ કરી શકે ? પરંતુ સત્ય તો એ છે કે આજના સમયમાં તેના કરતાં પણ વધારે મોટા ષડયંત્ર લોકો રચી અને નિર્દોષને મોતને ઘાટ ઉતારી દેતા હોય છે. આવી જ ઘટના તાજેતરમાં રાજકોટ જિલ્લાના ચોટીલા ખાતે બની હતી.

અહીં પત્નીને એઈડ્સની બીમારીથી તે જાણી જીજાજી સાળીના પ્રેમમાં પડ્યા અને પછી સાળી સાથે સંસાર માંડવા પોતાની બીમાર પત્નીનું ઢીમ ઢાળી દીધું. પોતે સાળી સાથે લગ્ન કરી શકે તે માટે સમગ્ર ષડયંત્ર એવી રીતે રચ્યું કે બધાને લાગ્યું કે તેની પત્ની લાપતા છે. પરંતુ પોલીસની આંકરી પુછપરછ બાદ 44માં દિવસે પતિએ સત્ય સ્વીકારી લીધું.

ઘટનાની વિગતો અનુસાર રાજેશ નામના યુવકે પોતાની પત્ની લાપતા છે તેવી ફરિયાદ પોલીસમાં કરી હતી. પરંતુ હકીકતમાં તેણે જ પત્નીને મારી નાખી હતી અને તેની લાશ દાટી દીધી હતી. બીમાર પત્નીને પોતે ઘરેથી લઈ ગયો હતો અને રસ્તામાં થોડીવાર બાઈક રોકી ફોનના ચાર્જરથી પત્નીનું ગળું દબાવી તેને મારી નાખી અને પછી અવાવરુ જગ્યામાં તેને દાટી દીધી. હકીકતમાં તેનું લફરું સાળી સાથે ચાલી રહ્યુ હતું અને તેની સાથે તેણે સગાઈ પણ કરી લીધી.

બીજી તરફ 44 દિવસ પછી પોલીસને એક લાશ મળી જેની ફોરેન્સિક તપાસ થતા ખબર પડી કે તે ગુમ થયેલી પરણિતા હતી. પોલીસે આંકરી પુછપરછ શરુ કરી ત્યારે પતિએ કબુલ્યું કે સાળી સાથે લગ્ન કરવા તેણે પત્નીને મારી અને અવાવરુ જગ્યાએ દાટી દીધી હતી. ત્યારબાદ કોઈને શંકા ન જાય તે માટે તેણે પત્નીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પત્નીના ગુમ થયાની ફરિયાદ કર્યાના બીજા જ દિવસે તેણે સાળી સાથે સગાઈ પણ કરી લીધી હતી જેને લઈ શંકા તેના પર ગાઢ બની હતી.

Leave a Comment