તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ ખુબ જ લોકપ્રિય છે અને છેલ્લા ૧૨ વર્ષથી લોકોનું મનોરંજન કરે છે. આ સીરીયલના ચાહકો હજારોની સંખ્યામાં હશે. આ સીરીયલ લોકોને એટલી પસંદ આવે છે કે સીરીયલ ના પાત્ર પણ જાણીતા થઈ ગયા છે.
સીરીયલ માં જેઠાલાલ ની દુકાન પર કામ કરતા બાઘા ને જોઈને લોકો ખુશ થઈ જાય છે કારણ કે તેનું પાત્ર ખૂબ જ રસપ્રદ છે. જે રીતે સિરિયલમાં ભાગો મહેનત કરે છે તે રીતે જ હકીકતમાં પણ આ પાત્ર ભજવનાર તન્મય વેકરીયા એ ખૂબ જ સંઘર્ષ કર્યો છે. સિરિયલમાં તેને કામ મળ્યું તે પહેલા તે એક બેંકમાં નોકરી કરતો હતો.
બેંકમાં નોકરી કરતો ત્યારે તેનો પગાર ₹4,000 હતો. ત્યાર પછી તેને તારક મહેતા સિરિયલમાં અલગ અલગ રોલ આપવામાં આવ્યા પરંતુ તેનું જીવન ત્યારે બદલાઈ ગયું જ્યારે સીરીયલમાં બાખાના પાત્રની એન્ટ્રી થઈ.
બાઘાના પાત્ર તરીકે તન્મય વેકરીયા ને લોકોએ વધાવી લીધો અને તે ઘરે ઘરમાં જાણીતો થઈ ગયો આજે તન્મય વેકરીયા લાખો રૂપિયાની કમાણી કરે છે અને પોતાના પરિવાર સાથે આલીશાન ઘરમાં રહે છે. તન્મય વેકરીયા ને નાનપણથી જ અભિનયમાં રસ હતો અને તેમના પિતા પણ ગુજરાતી એક્ટર છે તેમણે પણ નક્કી કર્યું હતું કે તે પણ આ ફિલ્ડમાં આગળ વધશે. આજે તન્વી વેકરીયા એક એપિસોડના 22000 રૂપિયાની ફી લે છે.