જીવનમાં ઘણી વખત એવી મુશ્કેલી આવી પડે છે કે જેની કલ્પના પણ કોઈએ કરી ન હોય. દરેક માતા-પિતા પોતાના બાળકને સ્વસ્થ જીવન જીવતું જોવા માંગે છે પરંતુ ઘણી વખત કેટલાક બાળકો દુર્લભ બીમારીથી પીડિત થઈ જાય છે અને તેની સારવાર કરાવવા માટે માતા-પિતા સક્ષમ પણ હોતા નથી. આવી જ દુર્લભ બીમારીથી મોડાસાનો એક માસુમ દીકરો પીડિત છે. દૈવિક નામના બાળકને સ્પાઇનલ મસ્ક્યુલર એસ્ટ્રોફી નામની બીમારી થઈ છે. આ સારવાર માટે 16 કરોડના ઇન્જેક્શન ની જરૂર છે.
અરવલ્લી જિલ્લાના એક નાનકડા ગામમાં સોની પરિવાર રહે છે જેના સંતાનને આ ગંભીર બીમારી થઈ ગઈ. આ બીમારીની સારવાર 16 કરોડનું ઇન્જેક્શન છે અને તે અમેરિકાથી મંગાવવું પડે તેવું. 16 કરોડની રકમ આ પરિવાર માટે એકત્ર કરવી શક્ય નથી તેથી તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો પાસે મદદની અપીલ કરી છે.
મોડાસા તાલુકાના ટીટોઇ નામના ગામોમાં દેવાંગ સોની પોતાના પરિવાર સાથે રહે છે. તે સોની કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. થોડા સમય પહેલા તેમને ત્યાં દીકરાનો જન્મ થયો અને તેમણે દીકરા નું નામ દૈવિક રાખ્યું. દીકરાના જન્મથી પરિવાર ખુશખુશાલ હતો પરંતુ જ્યારે દીકરો ત્રણ મહિનાનો થયો ત્યારે તેના શરીરનું હલનચલન ઓછું થવા લાગ્યું.
ધીરે ધીરે હલનચલન બિલકુલ બંધ થઈ જતું. તેમણે હોસ્પિટલમાં તપાસ કરાવી તો ખબર પડી કે તેમના દીકરાને સ્પાઇનલ મસ્ક્યુલર એસ્ટ્રોફી નામની બીમારી છે. આ ખૂબ જ ગંભીર બીમારી છે અને તેની સારવાર ખૂબ જ મોંઘી હોય છે તેમાં 16 કરોડના ઇન્જેક્શન આપવામાં આવે તો જ બાળક બચી શકે.
સોની કામ કરતા દેવાંગભાઈ માટે આ રકમ એકત્ર કરવી શક્ય ન હતી તેથી તેનો પરિવાર હિંમત હારી ગયો. પરંતુ પછી તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરી અને સાથે જ દૈનિક નું નામે બેન્ક એકાઉન્ટ ખોલાવ્યું.તેમણે લોકોને અપીલ કરી છે કે જો લોકો થોડી થોડી રકમ પણ એકત્ર કરે તો તેમના દીકરાને જીવનદાન મળી શકે છે. 16 કરોડની રકમ એક વ્યક્તિ માટે એકત્ર કરવી સરળ નથી પણ જો અનેક લોકો થોડી થોડી મદદ પણ કરે તો 16 કરોડની રકમ ઝડપથી એકઠી થઈ શકે છે.