ગરીબ બાળકોને મફતમાં કોમ્પ્યુટર શીખવાડી તેમનું ભવિષ્ય સુધારવાનું કામ કરે છે આ સંસ્થા, 1300 થી વધુ બાળકો લઈ ચૂક્યા છે લાભ

આજનો સમય ડિજિટલ યુગ કહેવાય છે. આજે દરેક વસ્તુ કોમ્પ્યુટરાઇઝ થવા લાગી છે. તેવામાં જો કોઈ વ્યક્તિને કોમ્પ્યુટર ન આવડતું હોય તો તેના માટે ભવિષ્યમાં મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. અભ્યાસની સાથે બાળકોને કોમ્પ્યુટરનું જ્ઞાન હોય તે પણ જરૂરી થઈ ગયું છે. આ વાતને ધ્યાનમાં રાખીને એક સંસ્થા ખૂબ જ ઉમદા કામ કરી રહી છે.

ગરીબ બાળકોને શાળામાં ભણવાનું તો મળી જાય છે પરંતુ કોમ્પ્યુટરનું નોલેજ મળી શકતું નથી. તેવામાં એક સંસ્થા એવી પણ છે જે ગરીબ બાળકોને ફ્રી માં કોમ્પ્યુટર શીખવાડે છે જેથી આ બાળકોને ભવિષ્યમાં સમસ્યાનો સામનો ન કરવો પડે. આ સંસ્થાની સેવાનો લાભ 1300 થી વધુ બાળકો લઈ ચૂક્યા છે.

ગ્રમોત્થાન સંસાધન કેન્દ્ર દ્વારા એક બસમાં કોમ્પ્યુટર ક્લાસ તૈયાર કરવામાં આવ્યો છે. આ બસ અલગ અલગ વિસ્તારોમાં જાય છે અને ત્યાં રહેતા ગરીબ બાળકોને કોમ્પ્યુટર શીખવાડે છે. બાળકો માટે બસમાં જ કોમ્પ્યુટર અને ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે. બસ તેના નિયત સ્થાન પર આવીને હોર્ન વગાડે એટલે બાળકો આવીને ક્લાસમાં ગોઠવાઈ જાય છે અને કોમ્પ્યુટર શીખવા લાગે છે.

આ બસમાં મનીષભાઈ કોમ્પ્યુટર શિક્ષક તરીકે કામ કરે છે. બાળકોને ત્રણ મહિનાનો કોમ્પ્યુટરનો કોર્સ કરાવવામાં આવે છે અને સાથે જ પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે.

અત્યાર સુધીમાં આ બસમાં તૈયાર કરેલા કોમ્પ્યુટર ક્લાસમાં 1300 થી વધુ બાળકો ભણી ચૂક્યા છે. આ બસ ત્રણ ત્રણ મહિના માટે એક ગામમાં જાય છે. 50 જેટલા ગામના બાળકો આ લાભ લઈ ચૂક્યા છે.

Leave a Comment