ગુજરાતી સિનેમા ના રજનીકાંત ગણાતા નરેશ કનોડીયા ની અટક કેવી રીતે પ્રખ્યાત થઈ જાણો

ગુજરાતમાં એક સમયે ગુજરાતી ફિલ્મોનું દબદબો હતો. ગુજરાતી ફિલ્મોના કલાકાર દેશ વિદેશમાં પ્રખ્યાત હતા. આવા જ એક કલાકાર હતા નરેશ કનોડીયા જેને ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર કહેવામાં આવતા. તેમણે લાખો ગુજરાતીઓના દિલ પર રાજ કર્યું છે. લોકો તેને ગુજરાતી ફિલ્મોના રજનીકાંત પણ કહેતા. જોકે કોરોના દરમિયાન તેમનું અવસાન થઈ ગયું અને હવે તેઓ આપણી વચ્ચે નથી.

નરેશ કનોડીયા મહેસાણા જિલ્લાના મોઢેરા નજીક આવેલા કનોડા ગામના વતની હતા. તેમના માતા પિતા વણાટ કામ કરતા અને પરિવારનું ગુજરાન ચલાવતા. નરેશ અને તેમના ભાઈ મહેશને નાનપણથી જ સ્ટેજ પરફોર્મન્સ કરવાનો શોખ હતો નરેશ કનોડીયા ને એક્ટિંગમાં રસ હતો. નરેશ કનોડિયાને મહેશ કનોડીયા સિવાય એક ભાઈ અને ત્રણ બહેનો હતા. તેમની આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે તેઓ એક જ રૂમના મકાનમાં રહેતા હતા. તેમણે પોતાના વતન આ નાનકડું મકાન આજ સુધી સાચવી રાખ્યું છે. તેઓ કહેતા કે તેમનું જીવન સરળ ન હતું તેમણે જે સંઘર્ષ કર્યો છે તેની શરૂઆત આ મકાનથી થઈ હતી.

નરેશ અને મહેશ ની જોડી ગુજરાતી ફિલ્મોમાં પ્રખ્યાત થવા લાગી. તેઓ કનોડા ગામના વતની હતા તેથી તેની સરનેમ પણ કનોડીયા રાખી દેવામાં આવી. દાયકામાં ગુજરાતી ફિલ્મ જગતમાંથી નરેશ અને મહેશ ની જોડી પહેલી એવી જોડી હતી કે જેમણે વિદેશ પ્રવાસ કર્યો હોય. તેમણે અમેરિકા સહિત એશિયાના ઘણા દેશોમાં સ્ટેજ પ્રોગ્રામ કર્યા હતા.

નરેશ કનોડીયા જે વેલી ને આવ્યા ફૂલથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી ત્યાર પછી તેમણે અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. ગુજરાતી અભિનેત્રી સ્નેહલતા સાથે તેમની જોડી ખૂબ જ લોકપ્રિય થઈ હતી. ફિલ્મ ઉપરાંત તેમણે 2002 થી 2007 સુધી વિધાનસભાની કરજણ બેઠક ઉપરથી ચૂંટણી પણ લડી હતી. તેમના લગ્ન રીમા સાથે થયા હતા અને તેમનો સંતાનમાં હિતુ કનોડીયા છે હિતુ કનોડિયા એ પણ ગુજરાતી ફિલ્મોમાં સારું એવું યોગદાન આપ્યું છે.

Leave a Comment