ગુમાનદેવ દાદા ના દર્શન કરવાથી દરેક ઈચ્છા થશે પૂરી… આ ગામમાં સાક્ષાત બિરાજે છે હનુમાનજી

આપણા ગુજરાતમાં ઘણા પવિત્ર સ્થાન અને મંદિરો આવેલા છે આ જગ્યાઓમાં જે લોકોને આસ્થા હોય છે તેઓ મોટી સંખ્યામાં દર્શન કરવા જતા હોય છે. આ જગ્યા ચમત્કારિક હોય છે તેના પુરાવા આમ તો કોઈ નથી હોતા પરંતુ લોકોની શ્રદ્ધા તેમને ચમત્કારનો અનુભવ કરાવે છે.

આવું જ એક મંદિર છે ગુમાનદેવ દાદા નું. અહીં હનુમાનજી સાક્ષાત બિરાજે છે અને આ મંદિર ભરૂચના ઝઘડિયામાં આવેલું છે. ગુમાનદેવનું મંદિર અતિ પૌરાણિક મંદિર છે. મંદિર વિશે કહેવાય છે કે 500 વર્ષ પહેલા અયોધ્યાના હનુમાન ગઢીના સ્વામી ગુલાબદાસજી અહીં સાંજના સમયે આવ્યા હતા.

રાત થઈ ગઈ હોવાથી મહારાજ અહીં જ સૂઈ ગયા અને સપનામાં આવીને હનુમાનજીએ તેમને કંઈક કહ્યું. તેઓ હનુમાનજીની મૂર્તિથી થોડા દૂર જઈને સુતા. તેઓ સુતા હતા ત્યારે એક શિયાળ નજીક આવી રહ્યું હતું હનુમાનજીએ તે શિયાળને દૂર કર્યું

બીજા દિવસે હનુમાન જયંતિ હતી અને આ દિવસે લોકોએ ધામધૂમથી મંદિરમાં હનુમાનજીની સ્થાપના કરી. આ મંદિરમાં જે પણ વ્યક્તિ આસ્થા રાખે છે તેના દુઃખ દૂર થઈ જાય છે. હનુમાનજીની રાખેલી માનતા અત્યાર સુધીમાં દરેક વખત પૂરી થઈ છે

ખાસ કરીને મંગળવાર અને શનિવારના દિવસે અહીં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે. અહીં દર્શન કરવા આવતા ભક્તોનું પણ કહેવું છે કે તેમને અહીં ચમત્કારની અનુભૂતિ થાય છે.

Leave a Comment