ઘણી વખત મિત્રો સાથે મજા કરવા માટે કેટલાક યુવાનો ખોટું બોલતા હોય છે. પરિવારના લોકોને આપેલી ખોટી માહિતી ઘણી વખત સજા બની જાય છે. આવી જ કંઈક દશા મધ્યપ્રદેશના મંદસૌરમાં બની હતી.
મંદશૌરમાં એક યુવકના જન્મદિવસની ઉજવણી ચાર પરિવાર માટે માતમ બની ગઈ. અહીંના કુણાલ શાહ નામના યુવાનોનો જન્મદિવસ હતો. અને તેણે પોતાના મિત્રો સાથે ફરવા જવાનું નક્કી કર્યું હતું. પરંતુ તેને ભૂલ એ કરી કે તેને પરિવારના લોકોને જણાવ્યું કે તે ટ્યુશનમાં જઈ રહ્યો છે. હકીકતમાં તે પોતાના પરિવાર સાથે ફરવા નીકળી ગયો હતો.
તેના ચાર મિત્રો પણ ઘરેથી ટ્યુશનનું કહીને ફરવા નીકળી ગયા હતા. તેઓ મળ્યા અને ઘરથી થોડી દૂર આવેલા તળાવના કિનારે પહોંચી ગયા. તળાવ કિનારે મજાક મસ્તી કરીને મિત્રો તળાવમાં નહાવા માટે કૂદ્યા. જોકે આ સમયે કાળ ને કંઈક અલગ જ મંજૂર હતું. તરતા તરતા એક મિત્ર ડુબવા લાગ્યો. તેને બચાવવા બીજા મિત્રો પહોંચ્યા. પરંતુ એક પછી એક એમ ચાર મિત્રો તળાવમાં તણાવવા લાગ્યા.
જે યુવકનો જન્મદિવસ હતો તે પણ મિત્રને બચાવવા છતાં તળાવમાં ડૂબી ગયો. તળાવની આસપાસ થી પસાર થતા લોકોએ આ દ્રશ્ય જોયું અને તુરંત જ પોલીસને જાણ કરવામાં આવી. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તેમણે મૃતદેહ બહાર કઢાવ્યા.
પોલીસે યુવાનોની તપાસ કરતા તેમના ઓળખ કાર્ડ મળી આવ્યા અને પછી તેમના પરિવારને જાણ કરવામાં આવી. ચારે યુવાનના પરિવારના લોકોને એમ જ હતું કે તેઓ ફરવા માટે નહીં પણ ટ્યુશન માટે ગયા છે. પરંતુ પોલીસે જ્યારે તેમને જણાવ્યું કે તેમના સંતાનોના મોત થયા છે ત્યારે પરિવારમાં આક્રંદ છવાઈ ગયું.