ઘણી વખત એવી ઘટનાઓ બનતી હોય છે કે જેમના ઉપર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. આવી જ એક ઘટના તાજેતરમાં બની છે જેના વિશે ખૂબ જ ચર્ચા થઈ રહી છે.
આ ઘટના બની છે સાબરકાંઠાના તાલોદના બડોદરા ગામમાં. અહીં રહેતી એક યુવતીને એક મહિનાથી પેટમાં દુખાવો રહેતો હતો. શરૂઆતમાં તો તેના માતા-પિતા એક દીકરીની અલગ અલગ ડોક્ટરો પાસે દવા કરાવી.
અનેક દવાઓ કર્યા પછી પણ દીકરીને પેટમાં દુખાવો મટતો ન હોવાથી તેઓ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દીકરીને લઈ ગયા. દીકરીની તકલીફ જાણીને ડોક્ટરોએ તેની તપાસ કરી તો જોવા મળ્યું કે દીકરીના પેટમાં ગાંઠ છે જેને તાત્કાલિક દૂર કરવી પડશે.
6 ડોક્ટરોની ટીમે દીકરીનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું અને ઓપરેશન પણ સફળ રહ્યું. ઓપરેશન કર્યા પછી 16 વર્ષની દીકરીના પેટમાંથી આંતરડા વચ્ચેથી દોઢ કિલોની ગાંઠ કાઢવામાં આવી. ગાંઠ નીકળ્યા પછી દીકરીને નવું જીવન મળ્યું.
ડોક્ટરોનું કહેવું હતું કે 16 વર્ષની દીકરીના આંતરડામાં ગાંઠ થઈ ગઈ હતી જેના કારણે તેને પેટમાં દુખાવો ઉલટી અને કબજિયાતની સમસ્યા રહેતી હતી. જ્યારે ગાંઠની તપાસ કરી તો જાણવા મળ્યું કે આ ગાંઠ વાળની હતી. માતા પિતા સાથે વાત કરીએ તો ખબર પડી કે તેની દીકરીને વાળ ખાવાની આદત હતી અને ઘણા વર્ષથી તે વાળ ખાતી હતી આ બધા જ વાળ તેના આંતરડામાં જમા થઈ ગયા અને ગાંઠ બની ગઈ હતી.