જ્યારે જીવનમાં એક પછી એક સમસ્યાઓ આવતી રહે છે ત્યારે ઘણી વખત લોકો હતાશ થઈ જાય છે. આવા સમયે તેમને કોઈ ઉપાય દેખાતું નથી અને તેઓ એવું પગલું ભરી લેતા હોય છે જેને જાણીને કાળજુ કંપી જાય.
જ્યારે લોકોને લાગે કે જીવનમાં હવે કોઈ ઉપાય બાકી બચ્યો નથી ત્યારે તેઓ જીવન ટૂંકાવી લેવાનો નિર્ણય કરી લેતા હોય છે. આવી જ એક ઘટના કેથલ જિલ્લાના સાકરા ગામમાં રહેતી પૂજા સાથે બને.
પૂજા નાની હતી ત્યારે જ તેના માતાનું અવસાન થયું હતું. થોડા વર્ષો પછી પિતાનું પણ નિધન થઈ જતા ઘરની બધી જ જવાબદારી પૂજા પર આવી ગઈ અને પૂજાના દાદાએ તેને મોટી કરી. પૂજાના દાદા ને લાગ્યું કે તેને નાનપણથી માતા પિતાનો પ્રેમ મળ્યો નથી એટલે સારા કુટુંબમાં લગ્ન કરાવે. તેમણે સારું ઘર જોઈને પૂજાના લગ્ન કરાવ્યા.
પરંતુ દાદા ના અરમાન હતા તેનાથી એકદમ વિપરીત સ્થિતિ પૂજાના જીવનમાં સર્જાય. પૂજા નુ પતિ દારૂનો નશો કરતો અને સાસુ તેને માર મારતી. પરિવારમાં માતા પિતા ન હોવાથી તેને વારંવાર મેણાં ટોણા સાંભળવા પડતા.
લગ્નજીવનના થોડા વર્ષ પછી પૂજાય એક દીકરાને જન્મ આપ્યો અને દીકરાના સહારે ત્રણ વર્ષનો સમય વીતી ગયો. દીકરો ત્રણ વર્ષનો થયો છતાં પણ પૂજાની સમસ્યાઓનો અંત આવતો ન હતો. પૂજા ઘર સંભાળતી દીકરાને સંભાળતી અને મજૂરી કામ પણ કરતી. પરંતુ બધા જ પૈસા ખર્ચ થઈ જતા અને ઉપરથી સાસુ અને સસરા પણ પૈસા માંગતા રહેતા.
આ ત્રાસ્તથી કંટાળીને પૂજા એ પોતાના ત્રણ વર્ષના બાળક સાથે આત્મહત્યા કરી લેવાનું નક્કી કર્યું. ટેકેનાલ પાસે દીકરા સાથે આવી અને કેનાલમાં કૂદી જવાની જ હતી ત્યાં એક મહિલા આવી અને તે સમજી ગઈ કે પૂજા કંઈક અજુબતું કરવાની છે.
પૂજાને તે મહિલાએ બચાવી અને લોકો એકત્ર થઈ ગયા. મહિલાને પૂજાએ પોતાની આપતિથી જણાવી અને આ અંગે પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે પૂજાની ફરિયાદના આધારે તેના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધ અને કાર્યવાહી હાથ ધરી.