દાનવીર હોવા છતાં કર્ણને કયા દોષની મળી સજા શ્રીકૃષ્ણએ જણાવ્યું તેના અંતિમ સમયે સત્ય…

મૃત્યુના કિનારે ઉભેલા કરણાએ શ્રીકૃષ્ણને પૂછ્યું હતું કે તેણે જીવનમાં કોઈ ખરાબ કાર્ય કર્યું નથી છતાં તેની સાથે શા માટે આવું થયું ? શા માટે જન્મની સાથે જ તેની માતાએ ત્યાંથી દીધો અને ત્યાર પછી જીવનમાં તેને સતત સંઘર્ષ કરવો પડ્યો.

કર્ણ એ શ્રીકૃષ્ણને કહ્યું કે તે ક્ષત્રિય પુત્ર ન હતો તેથી દ્રોણાચાર્યએ તેને શિક્ષાના આપી. પરશુરામ પાસેથી જ્ઞાન મળ્યું પણ સાથે શ્રાપ પણ મળ્યો કે જ્યારે જ્ઞાનની જરૂર હશે ત્યારે તે ઉપયોગી નહીં થાય.

દ્રૌપદીના સ્વયંવરમાં મારું અપમાન થયું. જન્મ આપનાર માતા કુંતીએ તેના સંતાનોને બચાવવા માટે તેના જન્મનું રહસ્ય તેને જણાવ્યું. જીવનમાં તેને દુર્યોધન તરફથી જ બધું મળ્યું હતું. એટલે તે તેના માટે લડી રહ્યો હતો તેમાં તેની ભૂલ કઈ હતી ?

આ વાતના જવાબમાં શ્રીકૃષ્ણએ કર્ણને જણાવ્યું હતું કે તેમનો જન્મ જેલમાં થયો અને જન્મ થયો તે પહેલા જ કોઈ તેને મારવા માટે આતુર હતું. જન્મ થતા જ માતા-પિતાથી તેને દૂર કરી દેવાયો. નાનપણ ધનુષ ઘોડા બાણ વચ્ચે પસાર થયું. મૃત્યુ માટે તેના પર હુમલા કરવામાં આવ્યા.

જે કન્યા સાથે પ્રેમ હતો તે મળી નહીં અને જેને રાક્ષસોથી બચાવી તેની સાથે લગ્ન કરવા પડ્યા જરાસંઘથી પરિવારને બચાવવા માટે પરિવારને દરિયાકિનારે ખસેડવો પડ્યો. યુદ્ધમાંથી ભાગી જવાના કારણે તેને રણછોડ નામ આપવામાં આવ્યું. યુદ્ધના માટે કૃષ્ણને જ દોશી ગણવામાં આવે છે. પરંતુ એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે,

જીવન દરેક વ્યક્તિને પડકાર આપે છે. કોઈની સાથે સતત ન્યાય થતો નથી. જે રીતે દુર્યોધન સાથે અન્યાય થયો તે રીતે યુધિષ્ઠિર સાથે પણ થયો. પરંતુ સાચો ધર્મ શું છે તે દરેક વ્યક્તિએ યાદ રાખવું જોઈએ. મહત્વની વાત છે કે વ્યક્તિ તેની સામે આવેલા પડકારનો સામનો કેવી રીતે કરે છે.

જો તમારી સાથે અન્યાય થયો છે તો તેનો અર્થ એ નથી કે તમે બીજાની સાથે અન્યાય કરો અથવા તો અધર્મના રસ્તે ચાલો.

Leave a Comment