દીકરાને બચાવવા માતાએ મૂકી દોટ, પણ માતા નજીક પહોંચે તે પહેલા જ દીકરાએ ટ્રેન નીચે જંપલાવ્યું, માતાની નજર સામે જ દીકરાના થયા ટુકડે ટુકડા અને પછી..
આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ એવી ન હોય કે જેના જીવનમાં ફક્ત સુખને સુખ જ હોય. દરેક વ્યક્તિએ સુખ અને દુઃખ બંને જોવા જ પડે છે. જ્યારે સુખનો સમય હોય ત્યારે ખુશ રહેવું જોઈએ અને જ્યારે દુઃખ આવે ત્યારે હતાશ થઈ જવાને બદલે તે સમયને પણ શાંતિથી પસાર કરી લેવો જોઈએ. કારણ કે જેમ તડકા પછી છાયો આવે જ છે તેમ દુઃખ પછી સુખ આવવાનું જ હોય છે.
જોકે કેટલાક લોકો એવા હોય છે જે દુઃખના સમયને સહન કરી શકતા નથી અને આ સમયમાં પોતાના જીવનને ટૂંકાવી લેવા જેવું પગલું ભરી લેતા હોય છે. જોકે આવું પગલું ભરી લેતા લોકો તેની પાછળ વલોપાત કરતા માતા પિતાને પણ છોડી જતા હોય છે.
જ્યારે પોતાનો જુવાન દીકરો પોતાની જ નજરની સામે આપઘાત કરી લે તો માતા-પિતા ઉપર વજ્રઘાત પડે છે. આ સ્થિતિ સહન કરી શકાય તેવી હોતી નથી. વિચારીને પણ કાળજુકંપી જાય તેવી ઘટના તાજેતરમાં એક માતાએ પોતાની નજરે જોઈ.
કુશીનગર જિલ્લામાં આ ઘટના બની હતી. જેમાં 27 વર્ષના દીકરાએ માતાની નજર સામે જ ટ્રેન નીચે જંપલાવીને આપઘાત કરી લીધો. જ્યારે એક માતાએ પોતાની નજરની સામે જ દીકરાના ટુકડે ટુકડા થતા જોયા તો તે પણ રેલ્વે ટ્રેકની પાસે જ ઢળી પડી.
27 વર્ષનો યુવક થોડા સમયથી કોઈ વાતને લઈને માનસિક રીતે અસ્વસ્થ હતો. તેના લગ્ન પણ થઈ ગયા હતા અને તેને બે બાળકો પણ હતા. જ્યારે આ ઘટના બની ત્યારે તેની પત્ની અને બાળકો પિયરમાં હતા. જે બાળકો હજી ખૂબ જ નાના છે અને પિતાના પ્રેમની જેને જરૂર છે તેવા બાળકોએ પોતાના પિતાને ગુમાવી દીધા.
કોઈ વાતને લઈને ચિંતા યુવાન બપોરના સમયે અચાનક જ ઘરેથી નીકળી ગયો. દીકરાને જતો જોઈને માતાને અણસાર આવી ગઈ કે તે ખૂબ જ હતાશ છે અને આ સ્થિતિમાં કંઈ પણ કરી શકે છે. દીકરો રેલ્વે લાઈન પાસે દોડીને પહોંચવા લાગ્યો. તેની માતા તેની પાછળ દોડવા લાગી અને સતત કહેતી રહી કે ઉભો રહે અને ક્યાં જાય છે…
જોકે હતાશામાં ડૂબેલા દીકરાએ પોતાના સંતાનો કે તેની માતાનું પણ વિચાર ન કર્યો અને પૂરપાટ ઝડપે આવતી ટ્રેનની નીચે ઝંપલાવી દીધો. દીકરાએ જ્યારે ટ્રેન નીચે જંપ લાવ્યું ત્યારે તેની માતા તેનાથી થોડી જ દૂર હતી. પરંતુ તે દોડીને દીકરાને બચાવે તે પહેલા જ દીકરો ટ્રેનની નીચે કપાઈ ગયો.
ટ્રેનની નીચે આવેલા દીકરાના ટુકડે ટુકડા થઈ જતા માતા પર આગ તૂટી પડ્યું અને તે પણ રેલ્વે ટ્રેક પાસે ઢળી પડી. આ દ્રશ્ય જોઈને આસપાસ થી પસાર થતા વાહન ચાલકો પણ થંભી ગયા અને મહિલાને સંભાળવા લાગ્યા. આ મામલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને તેમણે પરિવારના નિવેદનને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી.