વસંત પંચમીના દિવસે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર રાઉન્ડર અક્ષર પટેલે લગ્ન કર્યા હતા. અક્ષર પટેલ ના લગ્ન મુળ વડોદરા ની મેહા પટેલ સાથે થયા છે. તેમના લગ્ન ભારે ધામધૂમથી કરવામાં આવ્યા હતા અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ છે.
લગ્ન પછી અક્ષર પટેલ નું ભવ્ય રિસેપ્શન પણ યોજાયું હતું જેમાં રજવાડી ઠાઠ જોવા મળ્યો હતો. તેનું રિસેપ્શન નડિયાદ નજીક આવેલા આરાધ્ય પાર્ટી લોન્સમાં યોજાયું હતું. આ રિસેપ્શનમાં 2500 થી વધુ મહેમાનોએ ભાગ લીધો હતો અને નવો વધુને આશીર્વાદ આપ્યા હતા.
આ ભાગ્યો રિસેપ્શનમાં અક્ષર પટેલના મિત્રો પરિવારજનો રાજકીય નેતાઓ અને ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટરોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. મહેમાનો ખાસ હોવાથી અહીં ભોજન વ્યવસ્થા પણ ખાસ રાખવામાં આવી હતી. રિસેપ્શનમાં આકર્ષણનું કેન્દ્ર હતું જમણવાર ની થાળી.
અક્ષર પટેલના રિસેપ્શનમાં જે જમવાનું રાખ્યું હતું તેની એક થાળી ની કિંમત 1100 રૂપિયા હતી. જેમાં વેલકમ ડ્રીંક પાઈનેપલ જ્યુસ વગેરે પીરસવામાં આવ્યા હતા. ત્યાર પછી શિયાળાની ઠંડી હોવાથી સૂપમાં પણ અલગ અલગ વેરાઈટી ની મજા મહેમાનોએ માણી હતી.
સ્ટાર્ટર માં ગ્રીલ્ડ પનીરની સેન્ડવીચ, ચાર્ટ, ઇટાલિયન પીઝા, મેક્સિકન રાઈસ હતા. જ્યારે મીઠાઈમાં ક્રીમ ચાંદની બહાર વિથ કેશુ વોલનટ કોકોનેટ એન્ડ રોઝ પેટર્ન હતી. જમવામાં એક થી ચડે તેવી એક વેરાઈટી પીરસવામાં આવી હતી. મહેમાનોને ગરમાગરમ લચ્છા પરાઠા થી લઈને ફૂલકા રોટી આપવામાં આવી હતી.
જમણવાર ગુજરાતમાં હોવાથી પંજાબી ની સાથે ગુજરાતી મીઠી દાળ પણ પીરસવામાં આવી હતી જમ્યા પછી મહેમાનોને અલગ અલગ પ્રકારની મીઠાઈ આપવામાં આવી હતી. રિસેપ્શનમાં કપલ માટે ખાસ બાહુબલી બોટનું આયોજન કરવામાં આવ્યું હતું.