નાની ઉંમરે લગ્ન અને પછી છૂટાછેડા… અનેક સમસ્યાઓ વેઠીને આ દીકરીએ કરી મહેનત, હવે વન રક્ષક ની પરીક્ષા પાસ કરીને ચોંકાવી દીધા બધાને

ગુજરાતીમાં એક કહેવત છે કે સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય. એટલે કે જે વ્યક્તિ હાર્યા વિના સતત મહેનત કરે તેને સફળતા ચોક્કસથી મળે છે. આ સફળતા એવી હોય છે જે તેના જીવનના સંઘર્ષ ને પણ ભુલાવી દે. જીવનમાં તકલીફો તો બધાને આવે પરંતુ જ્યારે લોકો આ તકલીફમાંથી બહાર આવવાનું નક્કી કરી લે તો ચોક્કસથી સફળતા મળે છે.

આજે તમને આવી જ એક દીકરી વિશે જણાવીએ જેણે આ વાતને સાચી સાબિત કરી બતાવી છે. આ મહિલાનું નામ છે મંજુ આહીર. જ્યારે તે કોલેજમાં ભણતી હતી ત્યારે જ તેના લગ્ન થઈ ગયા. ત્યારે તેણે સપનામાં પણ વિચાર્યું ન હતું કે તેને સરકારી નોકરી પણ મળશે અને તે સરકારી નોકરી કેવી રીતે મેળવશે.

લગ્ન પહેલા તેનું સપનું હતું કે તે શિક્ષક બને. પરંતુ નાની ઉંમરમાં લગ્ન થઈ જતા ઘરની જવાબદારી આવી ગઈ તેમ છતાં તેણે વાંચવાનું અને ભણવાનું છોડ્યું નહીં. તે સવારે ઘરનું કામ કરતી અને રાત્રે પરીક્ષાની તૈયારી કરતી. જોકે તેના લગ્ન જીવનમાં પણ તેને ખૂબ જ તકલીફો પડતી. તકલીફ એટલી વધી ગઈ કે અંતે તેના છૂટાછેડા થઈ ગયા. નાની ઉંમરમાં લગ્ન અને પછી તૂટેલું લગ્ન જીવન જોઈને તેને નક્કી કરી લીધું કે તે મહેનત કરશે અને સરકારી નોકરી મેળવીને પોતાનું ભવિષ્ય સુધારશે.

તેને સૌથી પહેલા 2016 17 માં આવેલી વન રક્ષકની ભરતીમાં પરીક્ષા આપી. તે પહેલા જ પ્રાર્થનામાં પાસ થઈ ગઈ. આજે તે સફળ અધિકારી તરીકે નોકરી કરી રહ્યા છે અને અન્ય મહિલાઓ માટે ઉદાહરણ રૂપ બન્યા છે.

Leave a Comment