કચ્છના કબરાઉમાં માતા મોગલ નું મંદિર આવેલું છે. માતા મોગલ ના દર્શન કરવા આવતા ભક્તોને અહીં ઘણા ચમત્કારની અનુભૂતિ થઈ છે. ભક્તો પણ કહે છે કે માતા મોગલ ના પરચા અપરંપાર છે. માતા અહીં આવતા ભક્તોના દુઃખ દૂર કરે છે. ભક્તોના અશક્ય કામ પણ માતા પૂરા કરે છે.
તાજેતરમાં એક દંપત્તિ પણ હાથમાં પાંચ તોલા સોનું લઈને પોતાની માતા પૂરી કરવા માટે કબરાઉ આવ્યું હતું. પતિ પત્ની આટલું સોનુ લઈને સીધા મણીધર બાપુ પાસે પહોંચ્યા અને સોનુ તેમના હાથમાં મૂકી દીધું. મણીધર બાપુએ તેમને પૂછ્યું કે તેણે માનતા શા માટે લીધી હતી.
ક્યારે યુવકે જણાવ્યું કે તેમના ઘરમાંથી પાંચ તોલા સોનું ખોવાઈ ગયું હતું તેમણે ઘણી જગ્યાએ સોનુ શોધ્યો પણ ક્યાંય મળ્યું નહીં તો પરિવાર ચિંતામાં આવી ગયો કે સોનાની ચોરી થઈ ગઈ છે.
પરંતુ યુવકને માતા મોગલ પર શ્રદ્ધા હતી તો તેમણે માતા મોગલ ની માનતા રાખી અને નક્કી કર્યું કે સોનું નહીં મળે ત્યાં સુધી તે પગમાં ચપ્પલ નહીં પહેરે. કઠોર માતા લીધાના થોડા જ દિવસોમાં માતા મોગલ ના આશીર્વાદ થયા અને તેના ઘરમાંથી ખોવાયેલી બધી જ વસ્તુઓ મળી આવી. તેથી પતિ પત્ની બધી જ વસ્તુ લઈને સૌથી પહેલા માતાના દર્શન કરવા આવ્યા.