પાટીદાર યુવાનની કંકોત્રી ના ગુજરાત ભરમાં થઈ રહ્યા છે વખાણ, કરાવ્યું એવું લખાણ કે જે વાંચે તે કહે છે વાહ

રાજ્યમાં હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. જે યુવક યુવતી ના લગ્ન હોય તે પોતાના લગ્નને ખાસ બનાવવા માટે વિચાર કરતા હોય છે અને એવું કંઈક કરે છે જેના કારણે તેમના લગ્ન સ્પેશિયલ બને. પરંતુ એક કપલ એવું પણ છે કે જેમણે તેમના લગ્નની કંકોત્રીમાં લોકોને જાગૃત કરવા માટેની વાતો લખાવી છે.

લગ્નની આ કંકોત્રીમાં સમાજમાં જાગૃતિ આવે તે માટેના સાત વચન લખાવવામાં આવ્યા છે. સાથે છે પણ લખાવવામાં આવ્યું છે કે લગ્નનો કાર્યક્રમ શરૂ થશે તે પહેલા રાષ્ટ્રગીત વાગશે. મૂળ અમરેલી જિલ્લાના વિકાસ રાખોલીયા ની સગાઈ રિદ્ધિ વાડોદરિયા સાથે થઈ છે. રિદ્ધિ અને વિકાસ એ નક્કી કર્યું છે કે તેઓ સગાઈ કે લગ્નમાં કોઈ પણ પ્રકારનો ખોટો ખર્ચ કરશે નહીં. સાથે જ તેમણે લગ્નની કંકોત્રીમાં સાત વચનો પણ છપાવ્યા છે જે સમાજમાં જાગૃતિ લાવવા માટે છે.

તેમણે પોતાના લગ્નની કંકોત્રીમાં વૃક્ષો વાવવાનું, ટ્રાફિક ના નિયમ પાલન કરવાનું, વ્યાજખોરોથી દૂર રહેવાનું, લોક જાગૃતિના કામ કરાવવાનું, રક્તદાન કરવાનું અને રાષ્ટ્ર પ્રત્યે વફાદાર રહેવાનું વચન લખાવ્યું છે. તેમનું કહેવું છે કે આ પ્રકારના વચનથી તેઓ સમાજના દરેક ઘરમાં જાગૃતિનું સંદેશ પહોંચાડવા ઈચ્છે છે.

Leave a Comment