જે વ્યક્તિ એકવાર માતા મોગલના દર્શન કરી લે છે તેનું જીવન ધન્ય થઈ જાય છે. માતા મોગલ ની માનતા રાખવાથી અત્યાર સુધીમાં એવા ચમત્કાર થયા છે જેના પછી ભક્તોનો વિશ્વાસ કાયમ માટે માતા મોગલ માં બંધાઈ જાય છે. ભક્તો માતા મોગલનાથ મંદિરે દર્શન કરવા દુઃખી મનથી આવે છે પરંતુ પરત ફરે છે ત્યારે તેમના દુઃખ દૂર થઈ ગયા હોય છે.
જે પણ વ્યક્તિ શ્રદ્ધાથી માતાના દર્શન કરવા આવે છે તેમની મનોકામના માતા અચૂક પૂરી કરે છે. આવા જ એક ચમત્કારિક પરચા વિશે આજે તમને જણાવીએ. આ વાત વિશે જાણીને માતાજી પ્રત્યેની તમારી શ્રદ્ધા અનેક ગણી વધી જશે.
કચ્છ ખાતે આવેલા મોગલ ધામ મંદિરે એક પતિ પત્ની 6,000 રૂપિયા લઈને પહોંચ્યા હતા. તેમની માનેલી માનતા પૂરી થતાં તેઓ મંદિરે આ રૂપિયા ચડાવવા માટે આવ્યા હતા. તેમને આ રૂપિયા મણીધર બાપુને આપ્યા. મણીધર બાપુ ના આશીર્વાદ લઈને તેમણે જણાવ્યું કે, તેમના બહેનના પતિને ખૂબ જ ગંભીર બીમારી હતી. તેમણે અનેક દવાઓ કરી પરંતુ તેને કોઈપણ પ્રકારનો ફેર પડ્યો નહીં. તેથી તેમને માતા મોકલની માનતા રાખી. અને તેની તબિયતમાં સુધારો થવા લાગ્યો. ત્યાર પછી આ પતિ પત્ની સીધા અહીં જ દર્શન કરવા આવ્યા. મણીધર બાપુએ 6000 રૂપિયાની ઉપર એક રૂપિયા મુક્યો અને જણાવ્યું કે માતાએ તેની માનતા સ્વીકારી લીધી છે.