લગ્નમાં ભારે ધામધૂમ ગુજરાતમાં જોવા મળે છે. અહીંના લગ્ન સૌથી અનોખા હોય છે. ખાસ કરીને અહીંયા મામેરાનું પણ અનોખું મહત્વ હોય છે. લગ્ન મામેરા વિના અધુરા રહી જાય છે. તાજેતરમાં જ આવું એક મામેરું ચર્ચાનો વિષય બન્યું છે. કારણકે આજ સુધી આવું મામેરું કોઈએ જોયું ન હતું.
એક મામાએ પોતાના ભાણેજના લગ્નમાં તેને એટલું સોનું ચાંદી આપ્યું કે તે આખો ઢંકાઈ ગયો હતો. તેણે એવી એવી મોંઘી વસ્તુઓ આપી કે લગ્નમાં આવનાર લોકોની પણ આંખો ફાટી ગઈ હતી. મામેરાની મોંઘી વસ્તુઓ આપનાર વ્યક્તિ હીરાભાઈ, બાબાભાઈ અને અજિતભાઈ ભરવાડ છે. જેમણે પોતાના ભાણેજના લગ્નમાં કરોડોનું મામેરું કર્યું છે. લોકો આ મામેરું જોઈ ચોંકી ઉઠ્યા હતા.
તેમણે પોતાના ભાણેજને લગ્નમાં 250 તોલા સોનું, 13 કિલો ચાંદી અને 1 કરોડ 51 લાખ રુપિયા રોકડા આપ્યા હતા. જે સોનું તેમણે આપ્યું તેની કીંમત 2 કરોડથી વધુની હતી. જે કુલ મામેરું તેમણે આપ્યું તેની કીંમત 4 કરોડથી વધુની થાય છે.
આજ સુધી કોઈ મામાએ પોતાના ભાણેજ માટે આટલું મોટું મામેરું ભર્યું નહીં હોય. જે વ્યક્તિના લગ્ન થયા તેના ત્રણેય મામા ખુબ જ સદ્ધ હોવાથી તેમણે પોતાના ભાણિયાના લગ્ન પણ તેમના માભાને શોભે તેવા કર્યા. જ્યારે મામેરું આપવામાં આવ્યું ત્યારે મંડપમાં બધે જ સોનું. ચાંદી અને રુપિયા દેખાતા હતા. વર રાજા આખા ઢંકાઈ જાય એટલું સોનું ચઢાવવામાં આવ્યું હતું.