પોલીસ લોકોની સુરક્ષા માટે હોય છે પરંતુ અમરેલીના ગોકુલધામ અપાર્ટમેન્ટમાં રહેતી મહિલા માટે પોલીસ મોતનું કારણ બની. અહીં અપાર્ટમેન્ટના ચોથા માળેથી એક મહિલાએ પડતું મૂકીને આપઘાત કરી લીધો. આ ઘટનામાં પોલીસ ગરમી હોય જ્યારે મૃતક મહિલાના ઘરે તપાસ કરી તો એક સુસાઇડ નોટ મળી આવી હતી.
સૌના આશ્ચર્ય વચ્ચે સુસાઇડ નોટમાં એક પોલીસ કરમી સહિત ત્રણ લોકોના નામનો ઉલ્લેખ હતો. મહિલાએ લખ્યું હતું કે કરસન બોદર નામના વ્યક્તિ સાથે તેને લગ્ન કર્યા હતા. તે વ્યક્તિએ તેને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો.
તેનાથી કંટાળીને તેણે ચોથા માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવી લીધુ. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ કરી. તપાસમાં એક ડાયરી માંથી સુસાઇડ નોટ મળી આવી. જેમાં ત્રણ વ્યક્તિના ત્રાસના કારણે મહિલાએ આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ છે.
જાણવા એવું પણ મળે છે કે મૃતક મહિલાએ આત્મહત્યા પહેલા લખેલી સુસાઇડ નોટમાં અમરેલી પોલીસના પોલીસ કર્મી ના નામ નો ઉલ્લેખ પણ છે. સાથે જ શારીરિક માનસિક ત્રાસ આપ્યો હોવાનું ઉલ્લેખ પણ છે. હવે પોલીસ આ સુસાઇડ નોટની ખરાઈ કરીને જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરશે.