સોશિયલ મીડિયા પર રોજ અવનવા વિડીયો વાયરલ થતા હોય છે. તેમાંથી કેટલાક વિડીયો તમને પેટ પકડીને હસાવે છે તો કેટલાક વિડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ જવાય છે. તુ કેટલાક વિડીયો જોઈને મનમાં જોશ ભરાઈ જાય છે. આવું જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ વીડિયોમાં એક મહિલા પોલીસ કર્મી મહિલાઓની છેડતી કરનાર યુવકોને પાઠ ભણાવી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બસ સ્ટેન્ડ જેવી જાહેર જગ્યા પર જ્યારે યુવતીઓ એક જગ્યા પર બેસેલી હોય છે તો તેની બાજુમાં એક યુવક પહોંચી જાય છે. બીજા યુવકો પાસેની બેંચ પર આવીને બેસી જાય છે. મહિલાએ ગાઉન પહેર્યું હોય છે અને દુપટ્ટો ઓઢી રાખ્યો હોય છે.
જેથી કરનાર યુવક મહિલા પાસે પહોંચી જાય છે અને તેની સાથે વાતો કરવા લાગે છે. આ દ્રશ્ય જોઈને તેની બાજુની બેંચમાં બેઠેલા યુવકો તેમના પર હસવા લાગે છે અને મહિલાની છેડતી કરવા લાગે છે. ત્યાં સુધીમાં અન્ય એક યુવક મહિલાની બીજી તરફ બેસી જાય છે. જ્યારે આ ત્રણ યુવકોને થાય છે કે તે મહિલાને હેરાન પરેશાન કરી રહ્યા છે ત્યારે ગાઉન પહેરીને બેઠેલી મહિલા પોતાનું અસલી સ્વરૂપ દેખાડે છે.
જાહેર જગ્યાઓમાં મહિલાઓને હેરાન પરેશાન કરતા યુવાનોને પાઠ ભણાવવા માટે મહિલા પોલીસ કર્મચારીએ આ ગોઠવણ કરી હતી. મહિલા પોલીસ ગાઉન પહેરીને બેંચ પર બેઠી હતી. જ્યારે યુવાન તેમની છેડતી કરવા પહોંચ્યા તો થોડીવાર તેણે જવા દીધી અને પછી પોતાની અસલી વર્દીમાં આવી અને યુવકોને પાઠ ભણાવ્યો.
આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જોકે આ વિડીયો ઉપર લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે આ એક પ્રેંક છે.