મુંબઈથી પતિ પત્ની 51 હજાર રૂપિયા લઈને પહોંચ્યા કબરાઉ, મણીધર બાપુને જણાવી પોતાની સાથે થયેલા ચમત્કારની વાત

માતા મોગલ ના પરચા અત્યાર સુધીમાં હજારો ભક્તોને મળી ચૂક્યા છે. અહીં દર્શન કરીને જે પણ મનોકામના રાખવામાં આવે છે તે અચૂક પૂરી થાય છે. આજ સુધી એવી કોઈ વ્યક્તિ નહીં હોય જેનું દુઃખ માતાએ દૂર કર્યું ન હોય. માતાના દરબારમાંથી કોઈપણ વ્યક્તિ દુઃખી મનથી પરત ફરતી નથી.

માતા મોગલ પોતાના ભક્તોને પોતાના બાળકોની જેમ રાખે છે અને તેમના મનની બધી જ ઈચ્છા માંગ્યા વિના પૂરી કરે છે. તેમાં પણ જો કોઈ ભક્ત ઉપર સંકટ આવે તો માતા તેનો પરચો ચોક્કસથી બતાવે છે. આવું જ પરચો મુંબઈના એક ભક્તોને મળ્યો.

મુંબઈમાં રહેતા એક પતિ પત્ની કબરાવ આવ્યા હતા અને સાથે જ 51 હજાર રૂપિયા લાવ્યા હતા. તેણે કબરાઉમાં માતાના દર્શન કર્યા અને પછી મણીધર બાપુને મળીને તેમને 51 હજાર રૂપિયા આપ્યા. સાથે જ જણાવ્યું કે માતાની કૃપાથી તેમની સાથે કેવો ચમત્કાર થયો.

તેમનું એક અગત્યનું કામ હતું જે છેલ્લા ઘણા વર્ષોથી અટકેલું હતું. ઘણા પ્રયત્નો છતાં પણ આ કામ પૂરું થઈ રહ્યું ન હતું તેથી તેણે માતા મોગલની માનતા રાખી. માનતા રાખીયાના ગણતરીના દિવસોમાં જ તેનું કામ પૂરું થઈ ગયું. તને માનતા લીધી હતી કે કામ પૂરું થશે તો તે માતાનો ચરણોમાં 51 હજાર રૂપિયા ચડાવશે અને માનતા પૂરી કરવા તે તુરંત જ પત્ની સાથે કબરાઉ પણ આવી ગયા. પરંતુ મણીધર બાપુએ તેમના 51000 પરત કરીને કહ્યું કે આ રૂપિયા તેના ઘરની બહેન અને દીકરીઓને આપી દેવામાં આવે. અને માતામાં એવી જ શ્રદ્ધા રાખે જે આજ સુધી છે.

Leave a Comment