રક્ષાબંધન પર રાખડી બંધાવી અને પછી 5 ભાઈઓએ ભેગા થઈને બહેન અને તેના પ્રેમીને આપ્યું કમકમાટી ભર્યું મોત…

થોડા દિવસો પહેલા જ દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો. આ દિવસે બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ તેની રક્ષા કરવાનું વચન આપે છે. પરંતુ રક્ષાબંધનના દિવસે રાખડી બાંધ્યા ના બે જ દિવસ પછી એક એવી ઘટના બની જેના કારણે દેશભરમાં હાહાકાર મચી ગયો છે.

આ ઘટનામાં રક્ષાબંધનના ત્રીજા દિવસે પાંચ ભાઈઓએ મળીને પોતાની બહેન અને તેના પ્રેમીની કરપીણ હત્યા કરી નાખી. જે બહેને રક્ષાબંધનના દિવસે તેમને રાખડી બાંધી હતી તેને ત્રીજા દિવસે મોતને ઘાટ ઉતારી દેતા પાંચ ભાઈઓના હાથ પણ ન ધ્રુજ્યા.

મહારાષ્ટ્રના જલગામ જિલ્લામાં આ ઘટના બની હતી. અહીં કેટરિંગનું કામ કરતાં યુવક અને કોલેજ કરતી બહેનને પાંચ ભાઈઓએ મોતને ઘાટ ઉતારી દીધા. ભાઈઓએ સાથે મળીને બહેનનું ઘણું દબાવી તેને મારી નાખી અને પછી તેના પ્રેમીને ગોળી મારી દીધી. આ ઘટના રક્ષાબંધનની ઉજવણી ના બીજા જ દિવસે બની.

જાણવા મળતી માહિતી અનુસાર કોલેજ કરતી વર્ષા ને રાકેશ નામના રાજપૂત યુવાન સાથે પ્રેમ સંબંધ હતો. તેઓ એકબીજાને ચાર વર્ષથી ઓળખતા હતા. રાકેશ ઘણી વખત વર્ષાના ઘરે પણ આવતો જતો. જોકે વર્ષાના પરિવારને આ સંબંધ પસંદ ન હતો અને રાકેશ ઘરે આવે તે પણ તેમને ગમતું નહીં. બંને અલગ અલગ સમાજના હોવાના કારણે પરિવારને આ સંબંધ મંજૂર હોતો નહીં.

પરંતુ આ સંબંધનો અંત પરિવારના જ પાંચ દીકરાઓ આવી રીતે લાવશે તેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. ચોકાવનારી વાત એ છે કે એક સગીર ભાઈ અને ચાર પુખ્ત વયના ભાઈઓએ મળીને બહેન અને તેના પ્રેમીની હત્યા કરી અને પછી પાછી આરોપી પોલીસ સ્ટેશનમાં હાજર પણ થઈ ગયા હતા. પોલીસને આપેલી જાણકારી અનુસાર, 12 ઓગસ્ટની રાત્રે રાકેશ વર્ષાને મળવા તેના ઘરે આવ્યો હતો. જેના કારણે રાકેશ અને તેના ભાઈઓ સાથે ઝઘડો પણ થયો હતો. રક્ષાબંધનનો તહેવાર હોવાથી વર્ષાના પિતરાઈ ભાઈઓ પણ તેના ઘરે જ હતા. રાકેશ સાથે ઝઘડો થયા પછી પાંચેય ભાઈઓ રાકેશ ને માર મારવા લાગ્યા.

જ્યારે તેની બહેન તેમને છોડાવવા વચ્ચે પડી તો ભાઈએ તેની વાત સાંભળી નહીં અને વર્ષાના સગા ભાઈએ રાકેશને ગોળી મારી દીધી. ત્યાર પછી ભાઈઓએ ભેગા થઈને વર્ષા નું પણ ઘણું દબાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધી.

Leave a Comment