ગુજરાતમાં ઘણા ઉદ્યોગપતિ એવા છે જે બિઝનેસ કરવાની સાથે સમાજમાં સેવાના કાર્યો પણ કરતા હોય છે. આવા જ એક બિઝનેસમેન છે શિવલાલભાઈ આદ્રોજા. તેઓ રાજકોટના છે અને તાજેતરમાં જ વહાલુણીના વિવાહ કાર્યક્રમમાં દાતા બન્યા છે. દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા અત્યાર સુધીમાં ચાર વખત આ પ્રકારના સમૂહ લગ્નનું આયોજન થયું હતું.
વર્ષ 2012માં પણ આ લગ્ન ઉત્સવ યોજાયો હતો. 18 ડિસેમ્બરે શહેરના દિગ્ગજ હસ્તીઓની હાજરીમાં વાલુડીના વિવાહ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દરેક દીકરીને કરિયાવર ભેટ આપવામાં આવ્યું હતું. આ તો કે આ દરરોજ આ પરિવારે અનોખી જાહેરાત કરી હતી. પરિવારના મોભી શિવલાલભાઈ આદ્રો જાયે અને તેમની પત્ની રેવાબેન આદ્રો જાયે પોતાની ઈચ્છા અનુસાર દીકરીને એક એક તોલા સોનું ભેટ આપવાની જાહેરાત કરી. તેએમની આ ઈચ્છા ને તેમના પુત્ર અને પુત્ર વધુ એ પણ સમર્થન આપ્યું.
શિવલાલભાઈ આદ્રોજા બાંધકામ પાઇપ કેબલ પંપ વગેરેના ધંધા સાથે સંકળાયેલા છે તેઓ મૂળ મોરબી પાસે આવેલા લાલપર ગામના વતની છે અને હવે તેઓ પરિવાર સાથે રાજકોટમાં કર્મભૂમિ બનાવીને સ્થાયી થયા છે. તેમને ઉદ્યોગ જગતમાં ખાસ સ્થાન બનાવ્યું છે અને સમાજસેવાના કામ કરીને જ્ઞાતિમાં પણ આદર ભર્યું સ્થાન મેળવ્યું છે.