વધુ એક બાબાનું કૌભાંડ આવ્યું સામે, બાબા રહેતા હતા ત્યાંથી નીકળી 11 લોકોની લાશ… આ લોકોના મૃત્યુ કેવી રીતે થયા તે જાણીને તમને ચડી જશે ચીતરી

ધર્મમાં માનતા લોકોની સંખ્યા માત્ર ભારતમાં જ છે એવું નથી, દુનિયાભરમાં એવા લોકો છે જે ધર્મમાં આસ્થા ધરાવે છે. લોકોની આ આસ્થાનો ગેરલાભ કેટલાક ધુતારા બાબાઓ લેતા હોય છે. ભારતમાંથી પણ આવા ઘણા બાબાઓનો પડદાફાશ કરીને તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે. આ યાદીમાં ઘણા એવા બાબાનો પણ સમાવેશ થાય છે જેમના અનુયાયીઓની સંખ્યા લાખોમાં હતી. પરંતુ જ્યારે તેમની પાપ લીલા લોકો સામે આવી તો તેમને જેલ ભેગુ થવું પડ્યું.

આવા જ એક બાબા થાઈલેન્ડ માંથી ઝડપાયા છે. આ ઘટનાના કારણે દેશ-વિદેશમાં ભારે ચર્ચા થઈ રહી છે. થાઈલેન્ડ માંથી પોલીસે એક કથિત બાબાને ઝડપી પાડ્યો છે. પોલીસનું કહેવું છે કે આ બાબા જે જગ્યાએ રહેતા હતા ત્યાંથી 11 લાશ મળી આવી છે. સાથે જ આ બાબા તેમના અનુયાયીઓને મળ ખાવા અને પેશાબ પીવાની સલાહ કરતા હતા. તેઓ લોકોને કહેતા કે આમ કરવાથી તેમની બીમારી દૂર થશે.

75 વર્ષના આઠ ઠગ બાબાની ધરપકડ થાઈલેન્ડના ચૈયાકુમથી કરવામાં આવી છે. સ્થાનિક ન્યુઝ એજન્સીના દાવા અનુસાર આ ઢોંગી બાબાનું નામ થવી છે. તેના નિવાસસ્થાનેથી પોલીસને 11 મૃતદેહ મળી આવ્યા છે. આ બધા જ લોકો તેના અનુયાયી હતા.

આ સિવાય એ વાતનું પણ ખુલાસો થયો છે કે બાબાએ લોકોની જમીન પર ગેરકાયદેસર કબજો કર્યો હતો. આ સિવાય અહીં કોરોના માટેના જે નિયમો છે તેનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. પોલીસમાં એક મહિલાના ગુમ થયાની ફરિયાદ પણ નોંધાઈ હતી. આ મહિલા બાબાને મળવા ગઈ પછી પરત ફરી ન હતી.

આ ઠગ બાબા તેના અનુયાયીઓને પેશાબ પીવડાવતા અને મળ ખવડાવતા. તેમનું કહેવું હતું કે આમ કરવાથી બીમારી નહીં થાય. આ અંગે પોલીસને જાણકારી મળતા પોલીસ બાબાના નિવાસ સ્થાને પહોંચી હતી. ત્યાંથી પોલીસને 11 લાશ મળતા તેમણે તુરંત જ બાબાની ધરપકડ કરી લીધી.

Leave a Comment