માતા પિતા ની ઈચ્છા હોય છે કે જ્યારે એ તો વૃદ્ધાવસ્થામાં પહોંચે ત્યારે તેમના સંતાનો તેમને સાચવે અને તેમની સેવા કરે. પરંતુ મોટાભાગના લોકો વૃદ્ધ માતા પિતાને તર છોડી દેતા હોય છે અને તેમની સ્થિતિ દયનીય બની જાય છે.
અમદાવાદમાં પણ આવા જ એક વૃદ્ધ દાદી રહે છે જેનું જીવન તકલીફોથી ઘેરાયેલું છે. તેમનું નામ આનંદીબા છે તેમને સંતાનમાં દીકરીઓ હતી. તેમણે દીકરીઓના લગ્ન કરાવવા માટે પોતાનું ઘર પણ વેચી દીધું ત્યાર પછી તેમના પતિનું અવસાન થઈ જતા તે એકલા પડી ગયા.
થોડા સમય પછી દીકરી એ પણ જીવન ટૂંક આવી લેતા દીકરીના દીકરાની જવાબદારી પણ તેમના ઉપર આવી ગઈ. જ્યાં સુધી આનંદ બાદ કામ કરી શકતા હતા ત્યાં સુધી તેમને કામ કરીને પોતાના પૌત્રને મોટો કર્યો અને 17 વર્ષનો કર્યો. પૌત્ર 17 વર્ષનો થયો ત્યાં સુધી દાદી પણ વૃદ્ધ થઈ ગયા હતા અને તેમનાથી કામ થવાનું ન હતું.
તેથી ધોરણ 10 માં ભણતા પૌત્રે નોકરી શરૂ કરી દીધી હવે તે મજૂરી કરીને દર મહિને રૂપિયા કમાય છે અને ઘરનું ભાડું અને ઘર ચલાવવાની જવાબદારી નિભાવે છે.
જ્યારે આસપાસના લોકોને આ વાતની ખબર પડી તો તેઓ પણ પૌત્ર અને દાદીની યથાશક્તિ મદદ કરી દે છે. સમાજના લોકો પણ તેમની મદદ કરવા માટે આગળ આવ્યા છે અને તેઓ દર મહિને દાદી અને પૌત્ર માટે કરિયાણું પૂરું પાડે છે