રાજસ્થાનના ધોલપુર જિલ્લામાં 115 વર્ષથી જૂની મહારાણા સ્કૂલ આવેલી છે. આ સ્કૂલમાં એક રૂમ હતો જેને વર્ષોથી તાળું મારીને રાખવામાં આવ્યો હતો. વર્ષોથી આ બંધ રૂમને કોઈએ ખોલવાની હિંમત પણ કરી નહીં. પરંતુ તાજેતરમાં જ આ રૂમને જ્યારે ખોલવામાં આવ્યો હતો તેની અંદરનું દ્રશ્ય જોઈને શિક્ષકો પણ સ્તબ્ધ થઈ ગયા.
115 વર્ષથી બંધ રૂમનો દરવાજો જ્યારે તોડવામાં આવ્યો તો અંદરથી પ્રાચીન સમયના પુસ્તકો નીકળ્યા. આ પુસ્તકો જુના અને ખૂબ જ કીમતી હતા. કેટલાક પુસ્તકોમાં ઇતિહાસમાં બનેલી ઘટનાઓનો ઉલ્લેખ પણ મળ્યો. પ્રાચીન કાળની હજારો વર્ષ જૂની પુસ્તકો જેની કિંમત આજે અમૂલ્ય છે.
ધોલપુરની મહારાણા સ્કૂલમાં આ રૂમ ખોલતા જ પુસ્તકોરૂપી ખજાનો મળી આવ્યો.. તેમાંથી કેટલાક પુસ્તકો તો 20 મી સદીની શરૂઆતમાં હતા જે આજે ખૂબ જ કીમતી અને લાખોની કિંમતમાં છે. આ પુસ્તકોની ખાસ વાત એ છે કે તેમાંથી કેટલાક પુસ્તકોમાં લખાણ્યાહીને બદલે સોનાના વરખને ઓગાળીને તેમાંથી કરવામાં આવ્યું છે.
આ સિવાય કેટલાક પુસ્તકો 19મી સદીના છે જેની આજની કિંમત 65 હજાર રૂપિયા જેટલી છે. જે પુસ્તકો સોનાના વરખ થી લખાયા છે તે પણ કરોડોની કિંમતના છે. આ પુસ્તકો યુરોપ અને લંડનમાં છપાયેલા હોવાનું પણ અનુમાન છે.
પુસ્તકોના આ ખજાનામાં એક પુસ્તક ત્રણ ફૂટ લાંબુ છે જેમાં દેશ-વિદેશના નકશાઓ છપાયેલા છે. આ પુસ્તક હિન્દી ઉર્દુ અરબી અને ફારસી ભાષામાં લખાયેલા છે. આ પુસ્તકોમાં મહાત્મા ગાંધીના ચરિત્ર પર લખાય ધ મહાત્મા પુસ્તકનો પણ સમાવેશ થાય છે.
પુસ્તકોના આ ખજાનાને ઇતિહાસકારો અને પુરાતત્વવિદો જ્ઞાનનો ખજાનો ગણાવી રહ્યા છે.