ભગુડામાં બિરાજતા મોગલ ના પરચા અપરંપાર છે. અહીં હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે અને અહીં જે પણ પ્રાર્થના કરવામાં આવે છે તે અચૂક પૂરી થાય છે. માતા મોગલ ના ચમત્કાર વિશે તમે પણ ઘણી વખત સાંભળ્યું હશે.
જે પણ કાર્ય માથા પર આસ્થા રાખીને નક્કી કરવામાં આવે તે અચૂક પૂરું થાય છે. એવું એક પણ કાર્ય નહીં હોય જે પૂરું થયું ન હોય. માતા મોગલ ના ભક્તો વિદેશથી પણ અહીં પોતાની માનતા પૂરી થાય એટલે દર્શન કરવા આવે છે.
કેટલાક લોકો તો માતાના ચરણોમાં હજારો રૂપિયા અર્પણ કરતા હોય છે પરંતુ અહીં પૈસાનું દાન સ્વીકારવામાં આવતું નથી અહીં ફક્ત અન્નદાન સ્વીકારવામાં આવે છે. અહીં જે પણ ભક્ત આવે છે તેને વિના મૂલ્ય ભોજન કરાવવામાં આવે છે.
અહીં મણીધર બાપુ પણ બિરાજે છે જે ઘણી વખત માતાને પ્રસન્ન કરવા માટેના ઉપાયો જણાવતા હોય છે. આવું જ એક ઉપાય મણીધર બાપુએ તાજેતરમાં જણાવ્યું અને કહ્યું હતું કે માતા મોગલ ને પ્રસન્ન કરવા હોય તો કોઈ ભક્ત એ શું કરવું જોઈએ.
મણીધર બાપુ એ જણાવ્યું હતું કે માતા ને સાચા દિલથી યાદ કરવાથી તે પ્રસન્ન રહે છે તેમના માટે કોઈ દિવસે વ્રત કે ઉપવાસ કરવાની જરૂર નથી આ ઉપરાંત ભક્તો ઘરે બેસીને પણ માતાજીની ભક્તિ કરી શકે છે.
તેના માટે મંદિરમાં માતાજીનો ફોટો રાખવો અને તેમની સામે દીવો કરવો.જોકે માતાજીની પૂજાની સાથે કુળદેવીની પણ પૂજા કરવી અને તેમની સમક્ષ ગૂગલનો ધૂપ કરવો. માતાને પ્રસન્ન કરવા માટે ગરીબોને કપડાનું દાન કરવું જોઈએ.
તેમણે જણાવ્યું હતું કે મંગળવારના દિવસે ગરીબ બાળકોને ઘરે બોલાવીને પ્રેમથી જમાડવાથી પણ માતા મોગલ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે.