હાથ વિનાનું આ બાળક કેવી રીતે કરે છે ભોજન તેનો વીડિયો જોઈને તમારું દિલ પણ રડી પડશે

ભગવાને આપણા શરીરને પરફેક્ટ બનાવ્યું છે. આપણી જરૂરિયાતો પૂરી કરી શકાય તે માટે હાથ પગ આંખ નાક કાન જેવા અંગો આપ્યા છે. જો આપણા આ અંગોમાંથી કોઈ એક અંગમાં પણ ખોટ સર્જાય તો હાલત ખરાબ થઈ જાય છે.

તેવામાં એવા ઘણા લોકો હોય છે જેમને આ અંગોની ખામી હોય અને તે ખામી સાથે તેમણે જીવન જીવવાનું શીખી લીધું હોય. આવા લોકો એટલા બાહોશ હોય છે કે પોતાની ખામીની સાથે ખુમારીથી જીવન જીવવા લાગે છે. પરંતુ જ્યારે આપણે તેમને જોઈએ છીએ તો આપણું હૃદય દ્રવી ઊઠે છે.

આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક બાળક જેને હાથ નથી તે પોતાના રોજિંદા કામ કેવી રીતે કરે છે તે દેખાડવામાં આવ્યું છે.

આ વીડિયોને ટ્વિટર પરથી શેર કરવામાં આવ્યો છે. જેમાં શાળાના યુનિફોર્મ માં એક નાનકડું બાળક જોવા મળે છે જે શાળાની કેન્ટીનમાં જમી રહ્યો છે. બધા બાળકની વચ્ચે આ બાળક અલગ એટલા માટે છે કે તેના કોણીએથી હાથ નથી.

હાથ ન હોવા છતાં બાળક કઈ રીતે ભોજન કરે છે તે જોઈને આંખમાં આંસુ આવી જાય. તે મોઢા વડે રોટલી તોડે છે અને પછી પોતાના હાથ અને અન્ય અંગનો ઉપયોગ કરીને જમે છે. આ વિડીયો જોઈને લોકો થઈ રહ્યા છે. જોકે આ વિડીયો જોઈને સ્પષ્ટ રીતે સમજી શકાય કે આ બાળકને આ રીતે જમવાની આદત છે અને તે પોતાના બધા જ કામ જાતે કરી લેતો હશે.

આ વિડીયો ઉપર કેટલાક યુઝરે કમેન્ટ કરીને સુંદર વાતો લખી છે જેમ કે એક વ્યક્તિએ લખ્યું છે કે જીવનમાં કંઈ જ અશક્ય નથી, અન્ય એકે લખ્યું છે કે આ બાળક કેટલા લોકો માટે પ્રેરણા છે, તો એક વ્યક્તિએ લખ્યું છે કે આ બાળકને જોઈને જીવન જીવવાની પ્રેરણા મળે છે.

Leave a Comment