હિંમતનગરના આ અપંગ દંપતીને કોઈ આપતું નહીં નોકરી… નસીબ એવું બદલ્યું કે આજે 150 જેટલા લોકો તેમને ત્યાં કરે છે નોકરી

આજના સમયમાં યુવાનો માટે બેરોજગારી એક મોટી સમસ્યા બની ગઈ છે. ભણેલા ગણેલા લોકોને પણ યોગ્ય નોકરી મળતી નથી. તેવામાં જો કોઈ વ્યક્તિ દિવ્યાંગ હોય તો નોકરી કરવી તે એક સપનું બની જાય છે. પરંતુ કોઈ વ્યક્તિ મક્કમ મનથી આગળ વધવા માટે મહેનત કરે તો તેને સફળતા ચોક્કસથી મળે છે.

આ વાત સાચી સાબિત કરી બતાવી છે હિંમતનગરના અપંગ દંપત્તિએ. હિંમતનગરના જગદીશભાઈ અને ચેતનાબેન જન્મથી જ દિવ્યાંગ હતા. બંને લગ્ન કરી અને પોતાનું ઘર ચલાવવા માટે સાબુ વેચતા હતા. પરંતુ તેમાં ખૂબ જ સમસ્યા થતી. તેથી તેઓ નોકરી શોધવા લાગ્યા.

દિવ્યાંગ વ્યક્તિ માટે સામાન્ય જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ હોય છે તેવામાં જો નોકરી ન મળે તો જીવન વધારે કપડું થઈ જાય છે. જ્યારે તેમણે અનેક પ્રયત્નો કર્યા છતાં પણ નોકરી ન મળી તો તેમણે નક્કી કરી લીધું કે હવે તેઓ એવું કંઈક કરી બતાવશે જેના કારણે અન્ય દિવ્યાંગ લોકોનું જીવન બદલે.

તેમને સાબુ વેચવાનો અનુભવ હતો તેથી તેમણે પોતે જ ડિટર્જન્ટ બનાવતી કંપની બનાવી. આ કંપનીમાં તેમણે પોતાનો જેવા લોકોને નોકરીએ રાખ્યા. એક સમયે જેવું પોતે નોકરી માટે ફાફા મારતા હતા તેઓ હવે સૌથી વધુ દિવ્યાંગ લોકોને નોકરી આપીને તેમનું જીવન બદલી ચૂક્યા છે.

તેઓ દિવ્યાંગ લોકોને નોકરી આપીને સારું કામ કરી રહ્યા છે સાથે જ જે લોકો વાહન ચલાવવા માટે સક્ષમ હોય તેમને વાહન પણ લઈ આપે છે જેથી તેઓ વધારે કમાણી કરી શકે.

Leave a Comment