12 વર્ષના બાળકને 15 દિવસમાં ત્રણ વખત એક જ સાપે માર્યો ડંખ, સત્ય જાણીને તમારી આંખો પણ થઈ જશે પહોળી

આ ઘટનામાં 12 વર્ષના એક બાળકને 15 દિવસના સમય દરમિયાન એક જ સાપે ત્રણ વખત ડંખ માર્યો. સ્થાપના ડંખ ના કારણે આ બાળકની હાલત પણ ગંભીર થઈ ગઈ હતી પરંતુ તેનું બચાવ ચમત્કારિક રીતે થઈ ગયો. આ ઘટના ઔરંગાબાદ જિલ્લામાં બની હતી જેમાં બે અઠવાડિયા દરમિયાન એક બાળકને ત્રણ વખત સાપ કરડ્યું. જોકે સદનસીબે ત્રણેય વખતે સારવાર પછી બાળક સ્વસ્થ થઈ ગયો.

જોકે પરિવારના લોકો આ ઘટનાથી એટલા ડરી ગયા કે બાળકને તેના માસીના ઘરે જહાનાબાદ મોકલી દેવામાં આવ્યો. કારણ કે બે સપ્તાહ દરમિયાન એક જ સાપ તેના દીકરાને ત્રણ વખત કરડવા આવ્યો. આવું ચોથી વાર ન થાય તે માટે તેણે દીકરાને માસીના ઘરે મોકલી દીધો.

આ ઘટના પછી ચર્ચાનો વિષય એ વાત બની છે કે સાપ શા માટે આ બાળકને જ વારંવાર ડંખ મારવા આવે છે. લોકમુકે એક જ વાત ચર્ચા રહી છે કે સાપ વારંવાર એક જ બાળકને કરડવા આવે છે તેની પાછળ કોઈ કારણ હશે.

સાપ કરડવાની આ ઘટના પર નજર કરીએ તો સૌથી પહેલા નીરજને બે જુલાઈના રોજ તેના ઘરની બહાર સાપ કરડ્યો હતો. નીરજે બુમાબૂમ કરતા સાપ ભાગી ગયો અને પરિવારના લોકો તેને તુરંત જ હોસ્પિટલ લઈ ગયા. તેની હાલત ગંભીર થવાથી તેને ઔરંગાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. પહેલી વખત તે સારવાર બાદ સ્વસ્થ થઈ ગયો.

આ ઘટનાના આઠ જ દિવસ પછી જ્યારે બાળક અગાસી પર સૂતો હતો ત્યારે તેણે અચાનક જ બૂમો પાડવાનું શરૂ કરી દીધું. પરિવારના લોકો જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે બાળક ખાલી એટલું બોલી શક્યો કે કાળા રંગના સાપે તેને ડંખ માર્યો. આટલું કહીને તે બેભાન થઈ ગયો અને તેના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા. આ જોઈને તુરંત જ પરિવારના લોકો ફરીથી તેને સારવાર માટે લઈ ગયા. થોડા દિવસમાં તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી. ત્યાર પછી ફરી વખત તેને સાફ કરોડ્યો પણ લોકો એવું માનતા હતા કે તેને વીંછી કરડ્યો હશે. પરંતુ સારવાર દરમિયાન ખબર પડી કે તેને ત્રીજી વખત પણ સાપ જ કર્યો હતો. આ ઘટના પછી તેના પરિવારના લોકોએ બાળકને તેની માસીના ઘરે મોકલી દીધો છે.

Leave a Comment