ઘણી વખત એવા સીસીટીવી ફૂટેજ સામે આવતા હોય છે ને જોઈને કાળજુ ધ્રુજી જાય. કેટલાક સીસીટીવી તો એવા હોય છે જેને કાચા પોચા મનના લોકો જોઈ પણ ન શકે. આવી જ ઘટના તાજેતરમાં સામે આવી છે. અહીં એક સોસાયટીના સીસીટીવી સામે આવ્યા છે જેમાં 14 વર્ષની દીકરી બિલ્ડીંગના 18 માં માળેથી નીચે ફટકાય છે. નીચે પડતા દીકરીનું માથું નાળિયેર ફાટે તેમ ફાટી જાય છે અને તેનું મોત થઈ જાય છે.
આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જોધપુરના દેવનગર વિસ્તારમાં 14 વર્ષની દીકરીનું મોત થતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો. મૃત્યુ પામનાર 14 વર્ષની દીકરી ભાવિકા શાળાએથી બપોરે ત્રણ વાગ્યા આસપાસ ઘરે આવી હતી. તે ધોરણ નવમાં અભ્યાસ કરતી હતી. ઘરે આવ્યા પછી સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ ભાવિકા અઢારમાં માળ પર ફરતી જોવા મળી હતી.
થોડી જ વારમાં ભાવિકા અઢારમાં માળેથી નીચે ફટકાઈ. ભાવિકા નીચે પડતા જ જોરદાર અવાજ આવ્યો અને આસપાસના લોકો બહાર આવીને જોવા લાગ્યા. દિકરી નીચે પટકાઈ તો જમીન પર તેનું માથું પછડાયું અને નાળિયેર ફૂટે તેમ ફૂટી ગયું. જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું. આમાં લીધું તુરંત જ તેના માતા પિતાને પણ જાણ કરવામાં આવી અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ.
જોકે આ ઘટનામાં 18 માં માળેથી ભાવિકા નીચે કેવી રીતે પડી તેનો ખુલાસો હજી સુધી થયો નથી. કોઈએ ભાવિશાને નીચે ધક્કો માર્યો કે તે ખુદ નીચે ભટકાઈ તેની તપાસ ચાલી રહી છે. પ્રાથમિક તારણ તો એવું સામે આવ્યું છે કે દીકરીએ પોતે જ 18 માં માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું હશે.