ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે જેઓ નાની ઉંમરમાં જ નક્કી કરી લેતા હોય છે કે તેમને જીવનમાં ખૂબ જ આગળ વધવું છે. તેના માટે તેઓ શરૂઆતથી જ દિવસ રાત એક કરીને મહેનત કરે છે. આવા વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ પણ શરૂ કરી દેતા હોય છે.
સ્પર્ધાત્મક પરીક્ષાની વાત કરીએ તો તેમાં સૌથી મુશ્કેલ યુ પી એસ સી ની પરીક્ષા હોય છે. આ પરીક્ષા ખૂબ જ મુશ્કેલ હોય છે અને તેને પાસ કરવી પણ વિદ્યાર્થીઓ માટે કપડા ચઢાણ જેવું હોય છે.
પરંતુ એક વિદ્યાર્થીએ 21 વર્ષની ઉંમરમાં આ પરીક્ષા પાસ કરીને ઇતિહાસ રચી દીધો છે. હરિયાણાના અંબાલામાં રહેતા રચિત ગોહિલ નામના વિદ્યાર્થીઓ 21 વર્ષની ઉંમરમાં જ આ પરીક્ષા પાસ કરી લીધી છે. તેણે આ વર્ષમાં જ સ્થાનિક સ્કૂલમાંથી ધોરણ 12 નો અભ્યાસ પૂરો કર્યો અને સાથે જ તેણે પંજાબ યુનિવર્સિટીમાં એડમિશન લીધું. તેણે ધોરણ 12 પછી બી.એડ નો અભ્યાસ પૂરો કર્યો અને સાથે જ આ પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી. તેને તૈયારી એટલી સરસ કરી કે પહેલા જ પ્રયાસ માટે પાસ થઈ ગયો અને 21 વર્ષની ઉંમરમાં તેણે આ સિદ્ધિ હાંસલ કરી.
21 વર્ષનો આયુવાન હવે અન્ય યુવાન માટે પણ પ્રેરણા રૂપ બની ગયો છે. જો શરૂઆતથી જ વિદ્યાર્થીઓ મકન મનથી તૈયારી કરે તો કોઈ પણ પ્રકારની મુશ્કેલ પરીક્ષા પાસ કરી શકે છે.