5000 કરોડથી વધુનું ટર્ન ઓવર ધરાવતા ડાયમંડ કિંગ ની દીકરી અને પુત્રવધુ પ્રમુખસ્વામી મહોત્સવમાં આપી રહી છે નિસ્વાર્થ ભાવે સેવા

અમદાવાદ ખાતે ભવ્ય રીતે પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે. લાખોની સંખ્યામાં લોકો આ મહોત્સવને નિહાળવા આવી રહ્યા છે. તેવામાં ઘણા સ્વામી ભક્તો છેલ્લા કેટલાક સમયથી પોતાના કામકાજ છોડીને મહોત્સવ માટે સેવા આપી રહ્યા છે.

આ મહોત્સવ ની તૈયારીમાં ડોક્ટર, એન્જિનિયર, એન.આર.આઈ, બિઝનેસમેન સહિતના લોકો અને તેમના પરિવારજનો પણ સામાન્ય માણસની જેમ કામ કરી રહ્યા છે. આવો જ એક પરિવાર છે સુરતના ડાયમંડ કિંગ તરીકે ઓળખાતા લવજી બાદશાહ. તેમના ઘરની દીકરીઓ અને વહુઓ પણ આ મહોત્સવમાં સેવા આપી રહી છે.

ભવ્ય શતાબ્દી મહોત્સવ ના નિર્માણ માટે માથા પર તગારા ભરીને ઊંચકીને જતી જોવા મળતી આ બંને મહિલાઓ નણંદ અને ભાભી છે. આ બંને લવજી બાદશાહની દીકરી અને પુત્ર વધુ છે.

તેમણે માથે પગારે ઊંચકવાની સાથે ફૂલ છોડ ઉગાડવામાં પણ ખૂબ જ મહેનત કરી છે. તેમને એ વાતનું સાચું ઉદાહરણ પૂરું પાડ્યું છે કે જેમને સેવા કરવી હોય તેઓ સામાન્ય સેવકની જેમ સેવા કરી શકે છે તેના માટે સંપત્તિ આડે આવતી નથી.

જેના પિતાના બિઝનેસનું ટોન હોવર 5000 કરોડથી વધુનું છે તેવી ગોરલ અજમેરા અને અજમેરા પરિવારને પુત્ર વધુ સામાન્ય વ્યક્તિઓની જેમ કામ કરતી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર તેમની તસવીરો સામે આવતા લોકો તેમના વખાણ કરી રહ્યા છે

Leave a Comment