8 વર્ષની માસૂમ દીકરી 15 કલાક રહી પિતાના મૃતદેહ સાથે..” કહેતી રહી હવે જાગો કેટલું સૂવાનું હોય ? “, કોઈ ના આવ્યું તેની મદદે

પિતાને તેની દીકરી સૌથી વધુ વહાલી હોય છે. દીકરી માટે પણ તેના પિતા તેના સુપર હીરો હોય છે. દીકરી અને પિતાનો સંબંધ ખૂબ જ લાગણી સભર હોય છે. પિતા પોતે દુઃખ સહન કરે પણ દીકરીને દુઃખી કરતો નથી. દીકરી નાની હોય તો પણ તેને પિતા ની ચિંતા સતત રહે છે.

આવી જ એક દીકરીની હાલ ખૂબ જ ચર્ચા થઈ રહી છે. આ દીકરી માત્ર 8 વર્ષની છે અને તેણે તેના પિતાને ગુમાવ્યા છે. પિતાની તબિયત ખરાબ રહેતી હતી તેથી નાનકડી દીકરી તેની સંભાળ લેતી પણ એક દિવસ તેના પિતા મોતની ચાદર ઓઢી સુઈ ગયા.

આ ઘટના બિહારની છે જ્યાં પટના માં 45 વર્ષીય પ્રભાત કુમાર તેની દીકરી સાથે રહેતો હતો. પ્રભાત કુમાર મજૂરી કામ કરતો અને પોતાની દીકરી ને સાચવતો. પત્ની સાથે અણબનાવ થતાં તેઓ અલગ થઈ ગયા હતા અને ત્યારથી 8 વર્ષની દીકરી પિતા સાથે રહેતી હતી.

તેણે એક મકાનમાં 5 માં માળે એક રૂમ ભાડે રાખ્યો હતો. પિતાને છેલ્લા કેટલાક દિવસોથી શરદી, તાવ જેવા કોરોના વાયરસ ના લક્ષણો હતા. તેણે દવા પણ લીધી હતી પણ દવા અસર કરતી ના હતી. આવી સ્થિતિ માં એક દિવસ સવારે પિતા જગ્યા નહિ.

દીકરી જાગી ગઈ અને તેના પિતાને જગાડતી રહી. થોડા કલાકો નહિ પણ દીકરી તેના પિતાના મૃત્યુ પછી 16 કલાક તેને જગાડતી રહી એમ કહી કહીને કે હવે કેટલું સૂવાનું છે ? જાગો પપ્પા જાગો..

પણ તેના પપ્પા તો બીમારીના કારણે ઊંઘમાં જ મૃત્યુ પામ્યા હતા. 16 કલાક સુધી બાળકીની મદદ કરવા પણ કોઈ આવ્યું નહિ. અંતે સ્થાનિક ધારાસભ્ય એ દરમિયાન ગિરિ કરતા ટીમ તેના ઘરે પહોંચી અને મૃતદેહનો કબજો લઈ બાળકી ને પણ સાંભળી.

Leave a Comment