દરેક વ્યક્તિને પોતાના કેટલાક સપના હોય અને જરૂરિયાતો હોય છે. પોતાના સપના પુરા કરવા માટે લોકો દિવસ રાત મહેનત કરે છે. તેમાંથી ઘણા લોકો એવા હોય છે જેમની મહેનત રંગ લાવે અને તેઓ સફળતાના શિખરો સર કરે.
આવા જ બે ભાઈઓની વાત આજે તમને જણાવીએ. આ બંને ભાઈ આજે મહુવાના રસ્તા પર ફરતા જોવા મળે છે. તેઓ છૂટક મજૂરી કામ કરીને પોતાનો દિવસ પસાર કરે છે. પરંતુ એક સમયે એવો હતો જ્યારે આ બંને ભાઈઓ લાખો રૂપિયાની કમાણી કરતા. મહુવાના રસ્તા પર ભિખારી જેવી હાલતમાં ફરતા અમિતભાઈ અને જીગ્નેશભાઈ નો સમય બદલ્યો અને તેમનું જીવન પણ બદલી ગયું.
આજે તેઓ મુશ્કેલીમાં દિવસો પસાર કરી રહ્યા છે. તેમના પિતા નાળિયેરનું કામ કરતા અને તેમને રોજનો ચારથી પાંચ લાખ રૂપિયા નો ધંધો થતો. પરંતુ સમય બદલાયો અને સૌથી પહેલો ઝટકો મળ્યો કે તેમના માતા પિતાનું મૃત્યુ થઈ ગયું. ધીરે ધીરે ધંધામાં પણ નબળા દિવસો શરૂ થયા અને લાખોપતિ માંથી આ બંને ભાઈઓ રોડ પતિ થઈ ગયા.
હવે તેમની હાલત એવી થઈ ગઈ છે કે તેઓ રસ્તા પર ફરી છૂટક મજૂરી કામ કરીને પોતાનું પેટ ભરે છે. લાખો રૂપિયાના નાળિયેરનો માલ મોકલતા વ્યક્તિ હવે ઘરે ઘરે જઈને નાળિયેર વેચીને ગુજરાન ચલાવે છે.