ફિલ્મ હિરોઈન સાથે એક દુર્ઘટના બની જાય છે અને પછી હોસ્પિટલમાં યુવક તેની સાથે લગ્ન કરે છે. આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ પડી હતી અને આ લવ સ્ટોરી ના વખાણ લોકો કરવા લાગ્યા હતા. આ પછી દરેક યુવતી ઈચ્છતી કે તેને શાહિદ કપૂર જેવો જ પતિ મળે. પરંતુ હકીકતમાં આવું ઓછું બનતું હોય છે. પરંતુ તાજેતરમાં આવી જ એક ઘટના હકીકતમાં બની હતી. આ યુવક યુવતી ની લવ સ્ટોરી વિશે જાણીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે.
ચિરાગ અને હિરલની સગાઈ થઈ હતી અને તેમના લગ્ન ઉનાળામાં થવાના હતા. લગ્નને થોડા સમયની જ વાર હતી તે સમયે હિરલ સાથે એક દુર્ઘટના બની ગઈ. ઘરમાં સાફ-સફાઈ કરીને જ્યારે તે કપડું સુકવવા બહાર ગઈ તો તેનો હાથ ટેન્શન વાયરને અડી ગયો અને તેને જોરદાર કરંટ લાગ્યો.
કરંટ એટલું ભયંકર હતો કે હિરલ ને ગંભીર ઇજાઓ થાય અને તેને તુરંત જ જામનગરની જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. જોકે કેસ ગંભીર હોવાથી ડોક્ટરોએ તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રિફર કરી. આ સમગ્ર ઘટના બની ત્યારે જેની સાથે તેની સગાઈ થઈ હતી તે યુવક સતત તેની સાથે રહ્યો.
અમદાવાદ પહોંચ્યા પછી ડોક્ટરોએ હિરલના પરિવારને જણાવ્યું કે હિરલનો એક હાથ અને પગ ખૂબ જ દાઝી ગયા છે તેથી હિરલનો જીવ બચાવવો હશે તો તેને કાપી નાખવા પડશે. આ વાત સાંભળીને હિરલ ના માતા પિતા પણ ભાંગી પડ્યા હતા તેમને ચિંતા હતી કે લગ્નના થોડા સમય પહેલા આ ઘટના બની છે. હવે તેના લગ્ન નહીં થાય. અને આ આઘાત દીકરી કેવી રીતે સહન કરશે.
પરંતુ તેના માતા પિતાના આશ્ચર્ય વચ્ચે ચિરાગે તેના પરિવારને જણાવી દીધું કે હિરલ ને ક્યારેય તે છોડશે નહીં. સારવાર બાદ તેનો જીવ બચી જશે એટલે તે તેની સાથે લગ્ન કરી લેશે. ચિરાગે તેના પરિવારને જણાવી દીધું કે હિરલ સાથે લગ્ન પછી આવી ઘટના બની હોત તો પણ તેનો સ્વીકાર કર્યો આ વાત સાંભળીને હિરલ ના માતા પિતાની ચિંતા થોડી ઓછી થઈ.
હિરલ છેલ્લા સાત મહિના દરમિયાન અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જ દાખલ હતી અને ત્યાં તેની અલગ અલગ સર્જરી કરી સારવાર કરવામાં આવી રહી હતી. આ સાત મહિનાના સમય દરમિયાન પણ ચિરાગ તેની સાથે જ રહ્યો.
તે રાહ જોતો હતો કે હિરલ ને હોસ્પિટલમાંથી રજા મળે એટલે તે તેની સાથે લગ્ન કરી લેશે. પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજુર હતું. સાત મહિનાની સારવાર બાદ પણ હિરલના જીવને બચાવી શકાય નહીં અને હિરલ એ હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા.
જોકે ચિરાગે વચન આપ્યું હતું કે તે હિરલનો સાથ છોડશે નહીં તેથી હિરલ ના અંતિમ સંસ્કાર પરણીતાની જેમ જ કરવામાં આવ્યા અને ચિરાગે તેને સોળ શણગાર સજીને અંતિમ વિદાય આપી જેમ તે પોતાની પત્નીને વિદાય આપતો હોય.