વલસાડમાં રસ્તા પરથી મળી આવ્યો નવજાત દીકરો… માતા પિતા એક છોડેલા દીકરા સાથે થયું આવું

આજના સમયમાં ઘણી એવી ઘટનાઓ સામે આવે છે જે આપણું મન ધ્રુજાવી દે. આવી જ એક ઘટના વલસાડમાંથી સામે આવી છે. સામાન્ય રીતે લોકો જ્યારે દીકરીનો જન્મ થાય છે ત્યારે તેને તરછોડી દેતા હોય છે પરંતુ વલસાડમાંથી તાજેતરમાં એક દીકરાને તરછોડેલી હાલતમાં મૂકી દેવામાં આવ્યો હતો. રસ્તામાંથી એક બાળક મળી આવ્યું હતું અને લોકોએ તુરંત જ પોલીસને જાણ કરી.

પોલીસે બાળકનું કબજો લઈને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો. દીકરાને પૂરતી સારવાર મળી ત્યારબાદ તેને એક સંસ્થામાં મોકલી દેવામાં આવ્યો. જે દીકરાને તેના માતા પિતાએ તર છોડી દીધો હતો તેને હવે સંસ્થામાં સારી રીતે ઉછેરવામાં આવશે. સગી જનેતાએ દીકરાનો ત્યાગ કર્યો પરંતુ સંસ્થાની મહિલાઓ હવે આ દીકરા માટે યશોદા માતા બની છે અને તેનો ઉછેર કરશે.

સંસ્થામાં જ્યારે દીકરાને સોંપવામાં આવ્યો ત્યારે તેનું નામ પણ પાડવામાં આવ્યું. દીકરાનું નામ સંસ્થામાં કૃષ્ણ રાખવામાં આવ્યું હતું. સંસ્થામાં જ્યારે દીકરાનું આગમન થયું તો ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે જ પોલીસ પણ તપાસ કરી રહી છે કે આ બાળકને કોણેતર છોડી દીધું હતું.

Leave a Comment