એક સમયે પ્રોગ્રામ માટે દસ રૂપિયા મળતા આજે એક કાર્યક્રમના ધીરુભાઈ સરવૈયાને મળે છે આટલા રૂપિયા…

ગુજરાતના કલાકારો અને અભિનેતાઓ ખૂબ જ લોકપ્રિય હોય છે. તેમની લોકપ્રિયતાનો અંદાજ એ વાત ઉપરથી લગાડી શકાય કે તેમને કાર્યક્રમ માટે વિદેશ જવાના પણ આમંત્રણ મળે છે. આવા જ એક કલાકાર ધીરુભાઈ સરવૈયા છે. તેઓ લોકપ્રિય હોવા છતાં સામાન્ય માણસની જેમ જીવન જીવે છે.

ધીરુભાઈ સરવૈયા ના અંગત જીવન વિશે ખૂબ ઓછા લોકો જાણતા હશે. ધીરુભાઈ સરવૈયા કાર્યક્રમ અને હાસ્ય કાર્યક્રમ ઉપરાંત ખેતી પણ કરે છે. તેમના પરિવારમાં માતા પિતા પત્ની અને દીકરો તેમજ દીકરી છે. લોકપ્રિય હોવા છતાં પણ તેઓ ગામથી જીવનશૈલીમાં જ જીવન જીવે છે અને કોઈપણ જાતનું અભિમાન પણ કરતા નથી.

તે પોતાના પરિવારની સાથે લોધિકા તાલુકાના ખીરસરા ગામે ત્રણ રૂમ રસોડાના ઘરમાં રહે છે. તેમના ઘરથી ચાર કિલોમીટર દૂર તેમનું ફાર્મ આવેલું છે. તેમણે પ્રાથમિક અભ્યાસ પણ અહીંની પ્રાથમિક શાળાથી કર્યો હતો. ત્યાર પછી તેમને દુહા છંદ અને ભજન ગાવામાં શોખ જાગ્યો અને ધીરે ધીરે તેઓ હાસ્ય કલાકાર બની ગયા.

તેમને સૌથી પહેલો કાર્યક્રમ માલવયા કોલેજમાં કર્યો હતો અને તેના માટે તેમને 10 રૂપિયા આપવામાં આવ્યા હતા. ત્યાર પછી તેમણે રોજના ₹15 ના પગારે એક પ્લાન્ટમાં નોકરી કરી. તેમણે આ નોકરી છ વર્ષ સુધી કરી અને 18 વર્ષની ઉંમરે તેમણે હાસ્ય લોક વાર્તા અને સ્ટેજ પ્રોગ્રામ આપવાની શરૂઆત કરી દીધી. તેમનો પહેલો પ્રોગ્રામ 1994 માં હેમંત ચૌહાણ સાથે અમેરિકામાં યોજાયો હતો

અત્યાર સુધીમાં તેઓ હજારો કાર્યક્રમ કરી ચૂક્યા છે અને ઇંગ્લેન્ડ દુબઈ સિંગાપોર સહિતના દેશોમાં 40 થી વધારે કાર્યક્રમ કરી ચૂક્યા છે. ધીરુભાઈ સરવૈયા ના 50 થી વધુ આલ્બમ પણ બહાર આવ્યા છે. શરૂઆતમાં જે કાર્યક્રમના તેમને દસ રૂપિયા મળતા હતા હવે તેવા જ કાર્યક્રમ માટે 60,000 થી માંડીને દોઢ લાખ રૂપિયા નો ચાર્જ તેઓ કરે છે.

Leave a Comment