પહેલી વખત ગીત ગાવા માટે મળ્યા હતા ₹50… આજે લાખો રૂપિયાની કમાણી કરે છે અને હજારો લોકોના દિલમાં કરે છે રાજ

ગુજરાતની સંસ્કૃતિને દેશ-વિદેશ સુધી પહોંચાડવા માટે લોક કલાકારોનો મહત્વનો ફાળો છે. તેઓ પોતાની કલા દ્વારા ગુજરાતની સંસ્કૃતિને દેશ-વિદેશમાં પીરસે છે. આવા જ એક કલાકાર છે અલ્પા પટેલ જે વિશ્વભરમાં જાણીતા થઈ ગયા છે.

અલ્પા પટેલ આજે ભવ્ય લાઈફ સ્ટાઈલ થી જીવન જીવે છે પરંતુ જ્યારે તેઓ નાના હતા ત્યારે ખૂબ જ સંઘર્ષ કર્યો છે. તેઓ એક વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થઈ ગયું અને માતા માટે ઘર ચલાવવું મુશ્કેલ થઈ ગયું હતું ખૂબ નાની ઉંમરમાં જ તેના ભાઈ અને માતાને તેમણે ખૂબ જ સપોર્ટ કર્યો.

અલ્પાબેન ને જ્યારે પ્રોગ્રામની શરૂઆત કરી ત્યારે તેમને માત્ર 50 રૂપિયા મળતા હતા. આજે એક ડાયરામાં તેમના ઉપર હજારો રૂપિયાનો વરસાદ થઈ જાય છે.

અલ્પા પટેલ નો જન્મ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નાનીમુંજીયાસર ગામમાં થયો હતો. પિતાનું અવસાન થયા પછી ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થવા લાગી અને તેમના માતા અને ભાઈને મજૂરી કામ કરવું પડ્યું. દીકરીને સારું શિક્ષણ મળે તે માટે અલ્પાબેનને સુરત તેમના મામાના ઘરે મોકલવામાં આવ્યા. તેમને પીટીસી સુધીનો અભ્યાસ કર્યો પરંતુ તેમનામાં પહેલાથી જ સંગીતના ગુણ હતા.

જ્યારે મોટા થયા પછી તેમણે તેમના માતા અને ભાઈને આ વાત જણાવી તો તેમણે પણ દીકરીને સપોર્ટ કર્યો અને તેઓ આ ક્ષેત્રમાં આગળ વધવા લાગ્યા. તેમને પહેલી વખત 11 વર્ષની ઉંમરમાં સુરતમાં ગાવા માટે તક મળી હતી અને તેના માટે તેમને ₹50 આપવામાં આવ્યા હતા.

શરૂઆતના સમયમાં અલ્પાબેન સવારે લગ્ન ગીતમાં જાય અને સાંજે ડાયરામાં જતા આ બે શિફ્ટમાં કામ કરીને તેઓ ધીરે ધીરે આગળ આવ્યા. અલ્પા પટેલ ના નામે સતત 10 કલાક સુધી ગાવાનો પણ રેકોર્ડ નોંધાયો છે. આજે તેઓ પોતાના પરિવારની સાથે શાંતિપૂર્વક જીવન જીવી રહ્યા છે.

Leave a Comment