મિલકત માટે પટેલ પરિવારમાં પરિવારના જ લોકોએ બાપ અને દીકરાનો લીધો જીવ… પહેલા પિતા અને સાત વર્ષ પછી પુત્રને મોતને ઘાટ ઉતાર્યો

પરિવારમાં મિલકત માટે ઝઘડા થાય તેવી વાત તો તમે ઘણી વખત સાંભળી હશે પરંતુ મિલકત માટે પરિવારમાંથી જ બે લોકોના મોત કરી નાખવામાં આવે તેવી ઘટના તમે આજ સુધી નહીં સાંભળી હોય. તાજેતરમાં જ ગુજરાતના કડી તાલુકા માંથી આવી ઘટના સામે આવી જા એક પિતા અને દીકરાનો જીવ મિલકત માટે પરિવારના લોકોએ જ લઈ લીધો.

કડી તાલુકાના કલ્યાણપુર ગામના વતની વિજયભાઈ ગિફ્ટ આર્ટીકલ ની દુકાન ધરાવતા હતા. 24 જાન્યુઆરીના રોજ તે દુકાનનું કામ પૂરું કરીને પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન એક વાહને તેમના બુલેટ ને જોરદાર ટક્કર મારી. ખટક કર એટલી જોરદાર હતી કે વિજયભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા અને હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા.

પોલીસે જ્યારે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે આ અકસ્માત નથી પરંતુ કોઈએ જાણી જોઈને વિજયભાઈ ઉપર હુમલો કર્યો હતો તેથી શંકા ના આધારે પોલીસે તપાસ શરૂ કરી. પોલીસે જ્યારે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તો હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો. જે વ્યક્તિએ બુલેટને ટક્કર મારી હતી તે ઝડપાઈ ગયો અને પોલીસે આખરી પૂછપરછ કરી તો તેણે સત્ય કહ્યું.

વાહન ના માલિકે જણાવ્યું હતું કે વિજય પટેલ ના કાકા ના દીકરા યોગેશ પટેલે તેનું પીક અપ મન વાપરવા માટે લીધું હતું. ત્યાર પછી જાણવા મળ્યું કે યોગેશ પટેલે પોતાના પિતરાઈ ભાઈનો જીવ લઈ લીધો હતો. પોલીસની સામે આવ્યું કે ધંધામાં ભાગીદારી ન મળતા જયેશ પટેલે વિજય પટેલની હત્યા કરી નાખી.

જયેશ પટેલ ચોરીના ધંધામાં એક વખત પકડાયો હતો તેથી વિજય પટેલ તેને પોતાના ધંધામાં ભાગીદાર રાખવા ઈચ્છતો ન હતો. જેના કારણે તેણે ત્રણ આરોપીઓને સાત લાખ રૂપિયાની સોપારી આપી હતી અને વિજય પટેલ નું અકસ્માત કરાવ્યું હતું.

જોકે આ કેસની તપાસમાં એવો પણ સામે આવ્યું કે વિજય પટેલનું જે રીતે મોત થયું તે જ રીતે તેના પિતાનું પણ મૃત્યુ થયું હતું તે ચાલવા ગયા હતા તે સમયે કોઈ વાહને તેને ટક્કર મારી અને તેનું મોત નીપજ્યું.

Leave a Comment