દુઃખ દૂર કરવાના નામે ઘણા ધુતારા લોકો સાથે છેતરપિંડી કરતા હોય છે. આવી જ એક ઘટના ગાંધીનગરના કોડવાડા ગામમાંથી સામે આવી છે. અહીં એક પરણેતાને દુઃખ દૂર કરવાના નામે એક ભુવા એ ફસાવી લીધી અને પછી તેની સાથે અનૈતિક સંબંધો બાંધ્યા. ત્યાર પછી ભુવો વારંવાર સંબંધ માટે પરણીતાને બળજબરી કરવા લાગ્યો તેના કારણે પરણીતા એ આપઘાત કરવો પડ્યો
કોલવડા ગામની પરણીતાના લગ્ન દસ વર્ષ પહેલા થયા હતા. લગ્ન જીવનથી તેમને 11 વર્ષનો દીકરો પણ હતો. થોડા સમય પહેલા તે ભુવા પ્રવીણ ઠાકોરના સંપર્કમાં આવી. ભુવાએ તેને કહ્યું કે તેની બધી તકલીફો દૂર થઈ જશે અને તેના નામે તેને શરૂઆતમાં પરણીતાને બાધા રખાવી અને પછી ધીરે ધીરે ગાઢ સંબંધ બનાવી લીધા.
પરણીતાને પ્રેમના ઝાડ માં ફસાવીને તેની સાથે સંબંધો બાંધ્યા. આ વાત પરણેતાના પતિને ખબર પડી તો તેણે પત્નીને સમજાવ્યું અને કહ્યું કે ભૂવો તેને ફસાવી રહ્યો છે. પરંતુ પરણીતાએ તેમ છતાં તે સંબંધ ચાલુ રાખ્યા.
પરંતુ ધીરે ધીરે પરિણીતા ભુવાની જાળમાં ફસાઈ ગઈ અને એક દિવસ અચાનક ભુવાએ તેના પતિને ફોન કરીને કહ્યું કે, પરિણીતા તેની સાથે રહેવાની જીદ કરે છે અને કોઈપણ હિસાબે વાંચતી નથી જો તેનો પતિ ઝડપથી ઘરે નહીં જાય તો તે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેશે
અવાજ સાંભળીને પતિ તુરંત જ ઘરે પહોંચ્યો ત્યાં જઈને જોયું તો તેની પત્નીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. તું તારો ભુવો પણ તેના ઘરે પહોંચ્યો હતો અને તક ઝડપીને પરણીતાને તેણે આપેલો મોબાઈલ લઈને ફરાર થઈ ગયો.