કોઈપણ ઘરમાં લગ્નનો અવસર હોય તો તેને ધામધૂમથી કરવામાં આવે છે. લગ્નના કેટલાય દિવસો પહેલાથી લગ્નની તૈયારીઓ શરૂ થઈ જાય છે. એક પછી એક પ્રસંગને ધામધૂમથી ઉજવવામાં આવે છે. તેવામાં સોશિયલ મીડિયા પર એક લગ્ન ચર્ચાનો વિષય બન્યા છે. આ ચર્ચા ભાણેજ ના લગ્નમાં મામાએ કરેલા મામેરાની થઈ રહી છે.
તાજેતરમાં એક અનોખા લગ્ન થયા હતા જેમાં ચાર મામાએ ભેગા થઈને પોતાની બહેનના ઘરે મામેરુ કર્યું હતું. આમ તો મામેરુ દરેક લગ્નમાં ભરવામાં આવે છે પરંતુ આ લગ્ન ખાસ એટલા માટે બની ગયા કે ચાર ભાઈઓએ ભેગા થઈને બહેનના ઘરે 51 લાખ રોકડા અને 25 તોલા સોનાનું મામેરુ કર્યું હતું. પોતાના ભાણેજ ના લગ્નમાં મામા હોય તિજોરીઓ ખોલી નાખી હતી.
આ લગ્ન રાજસ્થાનમાં યોજાયા હતા અને અહીં જૂની પરંપરા અને સંસ્કૃતિ મામેરા સમયે જોવા મળી. ગામમાં જ્યારે લગ્ન હોય છે ત્યારે અહીં લોકો તેમાં ભાગ લેવા પહોંચી જાય છે. આવા જ એક લગ્ન નાગોરમાં થયા હતા જ્યાં લગ્નમાં ભાણેજના લગ્નમાં ચાર મામાએ સાથે મળીને એવી ભેટ આપી કે તે ચર્ચાનો વિષય બની ગયા.
જ્યારે લગ્ન સમયે મામાને છાપ ભરવા માટે બોલાવવામાં આવ્યા ત્યારે તેઓ પોતાની બહેનના અને ભાણેજ માટે ઘરેણા કપડાં અને પૈસા સહિતની મોંઘી વસ્તુઓ લઈને પહોંચ્યા. રાજસ્થાનના લગ્નમાં મામેરાની વિધિ ને ખુબ જ મહત્વની માનવામાં આવે છે. આ વિધિમાં ખેડૂત ભાઈઓએ ભેગા મળીને પાણીશના લગ્નમાં 25 તોલા સોનું એક કિલો ચાંદી અને 51 લાખ રૂપિયા રોકડા અને ચલણી નોટથી બનાવેલી ચુંદડી આપી હતી.
આ મામેરાની તૈયારી જ્યારે ભાઈઓ 30 વર્ષથી કરી રહ્યા હતા. તેમની એક જ બહેન હતી અને તેના દીકરાના લગ્ન થાય ત્યારે તેઓ ધામધૂમથી મામેરુ કરશે તે માટે તેઓ 30 વર્ષથી બધી જ વસ્તુઓ એકઠા કરી રહ્યા હતા. જ્યારે તેઓ છાપ લઈને આવ્યા તો લગ્નમાં આવેલા મહેમાનો પણ જોતા રહી ગયા.