રાજ્યમાં અવારનવાર એવી ઘટનાઓ સામે આવે છે જ્યાં બાળકના જન્મ પછી તેને છોડી દેવામાં આવે. પરંતુ મોટાભાગના કિસ્સામાં લોકો દીકરીનો જન્મ થાય તો તેને તરછોડી દેતા હોય છે પરંતુ તાજેતરમાં વલસાડમાંથી એક તરછોડ આવેલો દિકરો મળી આવ્યો હતો.
વલસાડમાં રસ્તામાંથી એક દીકરો તરછોડેલી હાલતમાં મળી આવ્યો અને તેને અનાથ આશ્રમમાં મૂકી દેવામાં આવ્યો હતો. જન્મની સાથે જ તેને માતા પિતાએ તરછોડી દીધો. આ વાતની જાણ પોલીસને થઈ તો પોલીસે બાળકને હોસ્પિટલમાં સારવાર કરાવીને એક સંસ્થામાં મોકલી દીધો.
સંસ્થામાં દીકરાનું સ્વાગત પ્રેમથી કરવામાં આવ્યું અને અહીં સેવા કરતી મહિલાઓ તેને માતા બનીને પ્રેમ આપવા લાગી. માતા પિતાએ જેને છોડી દીધો હતો તે બાળક સંસ્થામાં આવીને અનેક માતાઓના હાથમાં ઉછેરવા લાગ્યો અને અહીં તેને સારી સંભાળ મળવા લાગી.
બાળક નવજાત અવસ્થામાં હતું તેથી સંસ્થામાં તેનું નામકરણ પણ કરવામાં આવ્યું અને તેનું નામ કૃષ્ણ રાખવામાં આવ્યું. બાળકનું નામકરણ પણ સંસ્થામાં ધામધૂમથી કરવામાં આવ્યું. સંસ્થાના સંચાલકોનું કહેવું છે કે બાળકનું ઉછેર રહીશ પ્રેમપૂર્વક કરવામાં આવશે અને સારો પરિવાર મળશે એટલે તેને દત્તક આપવામાં આવશે.