ગુજરાતના જાણીતા એવા ગાયક કલાકારો માંથી એક છે ગમન સાંથલ જેને ગમન ભુવાજી તરીકે પણ ઓળખવામાં આવે છે. માતૃ ગુજરાતમાં જ નહીં પરંતુ ગમન ભુવાજી ની પ્રખ્યાતે દેશ-વિદેશમાં ફેલાયેલી છે અને તેના અવાજના ચાહકો હજારોની સંખ્યામાં છે.
ખાસ કરીને કોલેજમાં જતા યુવાનોમાં તેમના ગીતોનો ભારે ક્રેશ જોવા મળે છે. તેમનો કાર્યક્રમ હોય તો તેને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટે છે. તેમના કેટલાક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
હાલ તેના પરિવાર સાથેની કેટલીક તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી છે. ગમન ભુવાજી ને સફળતા મળી તે પહેલા પરિવાર સાથે તેમણે ખૂબ જ સંઘર્ષના દિવસો જોયા છે પરંતુ સફળતા પછી તેમણે કરેલી મહેનતનું ફળ મળવા લાગ્યું અને આજે તે પોતાના પરિવારને સાથે આલીશાન ઘરમાં જીવન જીવે છે.
ગમન ભુવાજી નો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો અને અહીં સુધી પહોંચતા પહેલા તેમણે ખૂબ જ સંઘર્ષ કર્યો છે. તેમણે આઠમા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે અને પછી નાના મોટા કાર્યક્રમમાં તે જવા લાગ્યા. ધીરે ધીરે તેમણે પ્રોગ્રામમાંથી શીખવાનું શરૂ કર્યું અને થોડા વર્ષો પછી તેમને પોતાને પણ પ્રોગ્રામ માટે આમંત્રણ મળવા લાગ્યા અને પછી તેમનું જીવન બદલાઈ ગયું
ગમન ભુવાજીને કરિયરમાં આગળ વધવા માટે તેમની પત્નીએ પણ સહકાર આપ્યો આજે તેઓ પોતાની પત્ની અને બાળકો સાથે ખુશીથી જીવન જીવી રહ્યા છે. તેમની પાસે મોંઘી કાર અને આલિશાન ઘર છે જ્યાં પોતાના માતા સાથે તેઓ રહે છે.