અત્યાર સુધીનું સૌથી મોંઘુ મામેરુ… 51 લાખ રોકડા 25 તોલા સોનુ અને એક કિલો ચાંદી જોઈને લોકો રહી ગયા દંગ

હાલ લગ્ન સરા ચાલી રહી છે ત્યારે રોજેરોજ સોશિયલ મીડિયા પર લગ્નના અલગ અલગ પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે. આપણે ત્યાં લગ્ન ધામધૂમથી કરવામાં આવે છે અને તેમાં વિવિધ રીત રિવાજ પણ પુરા કરવામાં આવે છે. આવા જ એક રિવાજમાંથી એક છે મામેરુ ભરવાની વિધિ. આ વિધિ દરમિયાન મામા પોતાના ભાણેજ માટે મામેરુ લઈને બહેનના ઘરે આવે છે. તાજેતરમાં જ એક આવા મામેરાની ચર્ચા થઈ રહી છે.

પ્રસંગમાં જ્યારે મામા મામેરુ લઈને આવે છે તો અવસર રૂડો બની જતો હોય છે. મામેરાને ધામધૂમથી લઈ આવવામાં આવે છે અને મહેમાનો પણ મામેરુ જોવા માટે ઉમટે છે. ત્યારે આ મામેરુ તો એવું હતું જેવું આજ સુધી કોઈના લગ્નમાં જોવા મળ્યું ન હોય.

રાજસ્થાનના નાગોર નામના જિલ્લામાં આ મામેરુ ભરાયું હતું. અહીં ત્રણ મામાએ ભેગા થઈને એકની એક ભાણેજના લગ્નમાં એવો મામેરુ કર્યું કે મહેમાનો પણ જોતા રહી ગયા. પાણી છે ને લગ્નમાં જ્યારે મામેરુ કરવાની વાત આવી તો ત્રણ મામા ૫૧ લાખ રૂપિયા રોકડા 25 તોલા સોનુ અને એક કિલો ચાંદી લઈને પહોંચ્યા.

સાથે જ ત્રણ ભાઈઓએ મળીને પોતાની બહેનને ₹500 ની નોટોથી બનેલી ચૂંદડી પહેરાવી. ભાઈઓ તરફથી થયેલા આ અનોખા મામેરાને જોઈને બહેનની આંખમાં પણ આંસુ આવી ગયા.

Leave a Comment