આજના સમયમાં પણ ઘણા સાધુ સંતો એવા હોય છે જેમના જીવનને જોઈને ધર્મ અને ભક્તિ ઉપર આપણી આસ્થા વધી જાય. કેટલાક લોકોના તો જીવન વિશે જાણીને એવું લાગે કે આજના સમયમાં આવું શક્ય છે ? આજે તમને એક આવા જ સાધુ વિશે જણાવીએ.
આ સન્યાસી ખૂબ જ મુશ્કેલી ભર્યું જીવન જીવી રહ્યા છે. મુશ્કેલી ભર્યું આપણને એટલા માટે લાગે કે તેમણે 26 વર્ષથી મોઢામાં અન્ન નો દાણો પણ મૂક્યો નથી. જોકે આમ કરવું તેમના માટે સરળ છે કારણ કે તેમણે ભક્તિનો માર્ગ અપનાવ્યો છે.
સંસારની મોહમાયા ત્યાગ કરીને લોક કલ્યાણ માટે આ સાધુ 26 વર્ષ પહેલા પોતાનો પરિવાર અને નોકરી છોડીને સન્યાસી નું જીવન સ્વીકારી લીધું. તેઓ પોતાનું ઘર પરિવાર છોડીને બનારસમાં આવી ગયા છે.
અહીં તેઓ તપસ્યા કરે છે અને સમાજસેવાના કામ કરે છે. તેમણે 26 વર્ષથી અનાજ ખાધું નથી તેમ છતાં આજે પણ તંદુરસ્ત જીવન જીવે છે. તેઓ દિવસમાં ફક્ત ચા પીને જીવન ગુજારી રહ્યા છે. ચા પણ તેઓ દિવસમાં બે જ વખત પીવે છે.
26 વર્ષની અન્ન ખાધું ન હોય તેમ છતાં આજે તેઓ સ્વસ્થ છે તે વાતથી લોકોને આશ્ચર્ય થાય છે. જોકે તેમની પાસે અલગ અલગ સમસ્યા લઈને દૂર દૂરથી લોકો આવે છે અને તેઓ લોકોને સમસ્યાનું સમાધાન જણાવે છે.